Home /News /national-international /Exit Poll બાદ વિપક્ષની પ્રતિક્રિયા, જાણો મમતાએ શું કહ્યું

Exit Poll બાદ વિપક્ષની પ્રતિક્રિયા, જાણો મમતાએ શું કહ્યું

ઓમર અબ્દુલ્લા, મમતા બેનર્જી અને કુમાર વિશ્વાસની ફાઇલ તસવીર

ટ્વીટર પર એક્ઝિટ પોલ બાદ નેતાઓના નિવેદનોએ ચર્ચા જગાવી. ડૉ. કુમાર વિશ્વાસે લખ્યું એક્ઝિટ પોલ વાળા બદમાશ છે, 23મી સુધી શાંતિથી સુવા દીધા હોત તો.

    ન્યૂઝ 18 ગુજરાતી : દેશમાં સાતમાં તબક્કાની ચૂંટણીનું મતદાન સમાપ્ત થયા બાદ દેશના તમામ એક્ઝિટ પોલમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં NDAની સરકાર બની રહી હોય તેવું જણાઈ રહ્યું છે. દેશમાં હાલમાં સોશિલય મીડિયાથી લઈને મીડિયા પર એક્ઝિટ પોલની જ ચર્ચા થઈ રહી છે. દરમિયાન ટ્વીટર પર નેતાઓએ પોતાના નિવેદનો દ્વારા આ એક્ઝિટ પોલ વિશે ટિપ્પણીઓ કરી છે. સૌથી ચોંકાવનારૂ નિવેદન પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ આપ્યું છે. તેમણે કહ્યું છે કે હું એક્ઝિટ પોલમાં વિશ્વાસ નથી ધરાવતી

    મમતા બેનર્જીએ ટ્વીટર પર લખ્યું કે હું એક્ઝિટ પોલની ગોસીપમાં વિશ્વાસ નથી ધરાવતી. આ ગોસીપની વચ્ચે હજારો EVMમાં ચેડા થશે અથવા બદલવામાં આવશે. હું તમામ પાર્ટીઓને એક થઈને લડાઈ લડવા માટે અપીલ કરૂ છું.



    જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાએ ટ્વીટર પર લખ્યું કે તમામ એક્ઝિટ પોલ ખોટા ન ઠરી શકે. આ સમય છે કે ટીવી બંધ કરી અને સોશિયલ મીડિયામાંથીં લોગઆઉટ થઈને 23મીની રાહ જુઓ





    કવિ અને આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા ડૉ. કુમાર વિશ્વાસે ટ્વીટર પર લખ્યું હતું કે આ એક્ઝિટ પોલ વાળા લોકો બહુ બદમાશ છે.23મી સુધી શાંતિથી ઉંઘવા તો દેતા બદમાશો
    Published by:Jay Mishra
    First published:

    Tags: Loksabha elections 2019, ઇવીએમ, એનડીએ, ભારત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन