બંગાળમાં મમતાએ રોકી 'આયુષ્યમાન ભારત' યોજના, કહ્યું- PM એકલા લઈ રહ્યા છે ક્રેડિટ

News18 Gujarati
Updated: January 11, 2019, 7:56 AM IST
બંગાળમાં મમતાએ રોકી 'આયુષ્યમાન ભારત' યોજના, કહ્યું- PM એકલા લઈ રહ્યા છે ક્રેડિટ
મમતા બેનરજી (ફાઈલ ફોટો)

આયુષ્યમાન ભારત એક રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજના છે જે 10 કરોડ ગરીબ અને નબળા પરિવારોને 5 લાખ રૂપિયા સુધીની સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવે છે.

  • Share this:
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ ગુરૂવારે જાહેરાત કરી છે કે, તે રાજ્યમાં કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત યોજના લાગૂ નહી કરવા દે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આરોપ લગાવતા કહ્યું કે, તે રાજ્યના યોગદાનને નજર અંદાજ કરી સ્વાસ્થ્ય યોજનાઓનો તમામ શ્રેય પોતે લઈ રહ્યા છે.

એક સાર્વજનિક બેઠક દરમ્યાન મમતા બેનરજીએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, તે પોસ્ટના માધ્યમથી બંગાળના લોકોને પત્ર મોકલીને આ યોજનાનું ક્રેડિટ પોતે લઈ રહ્યા છે. તેમણે મોદી સરકાર પર આરોપ લગાવ્યો છે કે, તે પાર્ટીને ફાયદો પહોંચાડવા માટે પોસ્ટ ઓફિસનો ઉપયોગ કરી રહ્યા છે.

પશ્ચિમ બંગાળમાં આયુષ્યમાન ભારત યોજનાને મમતા સ્વાસ્થ્ય યોજના સાથે વિલય કરી દેવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકાર કુલ ખર્ચના 40 ટકા ભાગ આપે છે. મમતાએ કહ્યું કે, મોદી સરકાર જે રીતે આ યોજનાને રજૂ કરી રહી છે, તેમાં પારદર્શીતાની અછત છે. જેના કારણે બંગાળમાં આ યોજના પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. તેમને શ્રેય લેવા દો.

આયુષ્યમાન ભારત એક રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજના છે જે 10 કરોડ ગરીબ અને નબળા પરિવારોને 5 લાખ રૂપિયા સુધીની સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવે છે. પશ્ચિમ બંગાળ સરકારે 2017માં આવી જ એક સ્વાસ્થ્ય સાથી યોજના શરૂ કરી હતી. જે રાજ્યના લોકોને પેપરલેસ અને કેશલેસ સ્માર્ટ કાર્ડના આધાર પર સુવિધા આપે છે.

આ યોજના હેઠળ સેકન્ડરી અને ટર્શિયરી કેયર માટે દર વર્ષે 1.5 લાખ રૂપિયાનો બેસિક હેલ્થ કવર છે. મમતા બેનરજીએ કહ્યું કે, કેન્દ્ર સરકારના રાજ્યના મામલા અને અન્ય સંસ્થાઓમાં હસ્તક્ષેપ કરવાની આદત છે. કેન્દ્ર સરકાર લૂટની સાંસ્કૃતિને પ્રોત્સાહન આપી રહી છે.
First published: January 10, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading