ન્યૂઝ 18 ગુજરાતી : પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee)એ એલાન કર્યુ છે કે કેન્દ્ર સરકારનો (Central Government) નવો મોટર વ્હીકલ એક્ટ (Motor Vehicle Act) લોકો માથે બોજો છે, આ કાયદો બંગાળમાં લાગુ થવા નહીં દઈએ.
મમતા બેનર્જીએ કહ્યું કે આ મોટર વ્હીકલ એક્ટને અમે હાલમાં બંગાળમાં લાગુ કરી શકીએ નહીં. જો અમે આ કાયદો હાલમાં લાગુ કરીશું તો લોકો પર ભારણ વધશે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે નિયમોનું પાલન કરી વાહન ચલાવો અને સુરક્ષિત વાહન ચલાવો.
રાજ્યમાં દંડની રકમમાં ઘટાડો કરાયો છે
અગાઉ આ કાયદાથી વિપરીત જઈને ગુજરાતમાં દંડની રકમમાં ઘટાડો કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કૉન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે અમે દંડની રકમમાં ફેરફાર કરી અને 50 કલમોમાં રકમ ઙટાડી છે.
West Bengal Chief Minister Mamata Banerjee at Nabanna Bhavan: I can't implement this Motor Vehicle Act right now because our govt officials are of the opinion that if we implement it will over burden people. pic.twitter.com/PLBpQVk8kV
કોંગ્રેસનો વિરોધ
ન્દ્ર સરકારનાં આ કાયદા વિશે ગુજરાત પ્રદેશ કૉગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, આ કાયદા થકી ભાજપ સરકાર સામાન્ય લોકોને ડરાવી રહી છે. કેન્દ્ર સરકારે દંડની જોગવાઇ ઓછી કરવાના બદલે દંડમાં ૪૦૦ થી ૯૦૦ ગણો વધારો કર્યો છે. ટ્રાફિકના નિયમનું અમલીકરણ થવું જોઇએ. પરંતુ જે રીતે ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકારે કાયદાને બળજબરી અમલ કરાવી સામાન્ય લોકોને ડરાવી દીધા છે,”
પોલીસને નિયમ પાળવા આદેશ
ટર વ્હીકલ એક્ટમાં સુધારા બાદ ટ્રાફિક નિયમનો ભંગ કરતા પોલીસ કર્મીઓના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં હતાં. જેને ધ્યાનમાં રાખીને ડીજીપી દ્વારા પોલીસ અધિકારી અને કર્મચારીઓને ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવા માટે આદેશ કર્યાં છે. , ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા પોલીસ કર્મચારીઓની પોલસ લાઇન કે પોલીસ સ્ટેશનની બહાર ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવું. પોલીસ કર્મચારી ટ્રાફિકના નિયમનનું પાલન કરે છે કે નહીં તેનું સુપરવાઈઝર અધિકારીએ અંગત સુપરવિઝન કરવાનું રહેશે. જે તે સુપરવાઇઝર અધિકારીના કાર્યક્ષેત્રમાં કોઇ પોલીસ કર્મચારી ટ્રાફિકના નિયમનનો ભંગ કરતા જણાઇ આવશે તો, નબળા સુપરવિઝનની ગંભીર નોંધ લેવામાં આવશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર