બંગાળ CM મમતા બેનર્જીનો PM મોદીને પત્ર, કહ્યું નેતાજીની જ્યંતી પર રાષ્ટ્રીય રજા જાહેર કરે

ફાઈલ તસવીર

પોતાના પત્રમાં બંગાળના મુખ્યમંત્રીએ માંગણી કરી છે કે નેતાજીની સાથે શું થયું, એ જાણવા માટે વડાપ્રધાન નિર્ણાયક પગલા ભરે અને આ મામલાને સાર્વજનિક કરે.

 • Share this:
  કોલકત્તાઃ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (West Bengal's CM Mamata Banerjee) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષ ચંદ્ર બોસની (Netaji Subhash Chandra Bose) જ્યંતી ઉપર રાષ્ટ્રીય રજા (National Holiday) જાહેર કરવાની માંગણી કરી છે. આ માટે બેનર્જીએ વડાપ્રધાન મોદીને પત્ર પણ લખ્યો છે. પોતાના પત્રમાં બંગાળના મુખ્યમંત્રીએ માંગણી કરી છે કે નેતાજીની સાથે શું થયું, એ જાણવા માટે વડાપ્રધાન નિર્ણાયક પગલા ભરે અને આ મામલાને સાર્વજનિક કરે.

  મમતા બેનર્જીએ પીએમ મોદીને પત્રમાં કહ્યું હતું કે તમે ખબર છે કે નેતાજી સુભાષ ચંદ્ર બોસની 125મી જ્યંતી 23 મે 2022એ મનાવવામાં આવશે. બંગાળના મહાન પુત્ર અને એક નેતાજી દેશના હીરો, રાષ્ટ્રીય નેતા અને બ્રિટિશ રાજ વિરુદ્ધ સ્વતંત્રતા સંગ્રામના આઈકોન છે. તેઓ અનેક પેઢીઓ માટે આદર્શ છે. તેમના અડગ નેતૃત્વમાં ઈન્ડિયન નેશનલ આર્મીના હજારો વીરો જવાનોની માતૃભૂમિ માટે ઉચ્ચતમ બદિલાન આપ્યું છે.

  તેમણે લખ્યું હતું કે, દર વર્ષે આખા દેશમાં નેતાજીનો જન્મદિન મહાન ગરિમા અને શ્રદ્ધાની સાથે ઉજવવામાં આવે છે. તમે યાદ કરો કે ખૂબ જ લાંબા સમયે અમે કેન્દ્ર સરકાર પાસે નેતાજીના જન્મદિવસના રાષ્ટ્રીય રજા જાહેર કરવાની માંગ કરી રહ્યા છે. જોકે, હજી સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી. પોતાના મહાન નેતા અને દેશના હીરોના સમ્માન માટે અમે 23 જાન્યુઆરી રાષ્ટ્રીય રજા જાહેર કરવાની પોતાની માંગણીનું પુનરવર્તન કરીએ છીએ.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ ભૂમાફિયાઓએ રૂ. ત્રણ કરોડ બતાવી અભણ ખેડૂતની જમીન પચાવી પાડી, નવ લોકો સામે ફરિયાદ, વિરમ દેસાઈની ધરપકડ

  તેમણે વધુમાં લખ્યું હતું કે, જ્યાં સુધી સવાલ છે કે તમે નેતાજીના રહસ્યમયી રીતથી ગાયબ ઘટનાથી પરિચિત હશો. દેશના ખાસ કરીને બંગાળના લોકોનો આ અધિકાર છે કે તેઓ આ અંગેના સત્યને જાણે. પશ્વિમ બંગાળ સરકારના નેતાજી સાથે જોડાયેલી અનેક ફાઈલોને પહેલાથી જ સાર્વજનિક કરી દીધી છે.

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! ડોક્ટર પતિને બેડરૂમમાં બંધ કરીને નર્સ પત્નીએ 7મા માળેથી લગાવી મોતની છલાંગ, 39 દિવસ પહેલા જ થયા હતા લગ્ન

  આ પણ વાંચોઃ-અમાદાવાદના સોલાના પૈસાદાર ઘરનો શરમજનક કિસ્સોઃ 'તું તો ગામડાની અભણ કહેવાય, અમારા ઘરે તું શોભે નહી'

  પહેલા પણ અમે કેન્દ્ર સરકારને આ મામલેની તસવીરો સાફ કરવા માટે પગલાં ઉછાવવાની માંગણી કરીએ છીએ.અમે એકવાર ફરીથી કેન્દ્ર સરકારને અનુરોધ કરીએ છીએ કે તેઓ આ મામલે જરૂરી પગલાં ઉછાવીને નેતાજી સાથે શું થયું હતું તે અંગે આખી ઘટનાને સાર્વજનિક કરે જેનાથી લોકો સત્ય જાણી શકે.  મમતા બેનર્જીએ પત્રમાં વધુ લખ્યું હતું કે નેતાજી સુભાષ ચંદ્ર બોસનું અમારા હૃદયમાં વિશેષ સ્થાન છે. હું અનુરોધ કરું છું કે કૃપા કરીને આ મામલે હસ્તક્ષેપ કરીને કેન્દ્ર દ્વારા સુભાષ ચંદ્ર બોસની જ્યંતી ઉપર 23 જાન્યુઆરીએ રાષ્ટ્રીય રજા જાહેર કરે.
  Published by:ankit patel
  First published: