ભાજપના આ પગલાંથી ભડકી મમતા, મોદીના શપથ ગ્રહણમાં નહીં થાય સામેલ

મમતા ઉપરાંત કેરળના મુખ્યમંત્રી પી. વિજયન પણ શપથ ગ્રહણમાં રહેશે ગેરહાજર

News18 Gujarati
Updated: May 29, 2019, 3:41 PM IST
ભાજપના આ પગલાંથી ભડકી મમતા, મોદીના શપથ ગ્રહણમાં નહીં થાય સામેલ
નરેન્દ્ર મોદી અને મમતા બેનર્જી (ફાઇલ ફોટો)
News18 Gujarati
Updated: May 29, 2019, 3:41 PM IST
ન્યૂઝ18 ગુજરાતી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહમાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સામેલ નહીં થાય. મમતા બેનર્જીએ આ સંબંધમાં વડાપ્રધાન મોદીને એક પત્ર લખ્યો છે. મમતાએ આ નિર્ણય બંગાળમાં થઈ રહેલી હિંસામાં ટીએમસીને જવાબદાર ઠેરવ્યા બાદ લીધો હતો.

મમતાએ મોદીને લખ્યો આવો પત્ર

મમતાએ લખ્યું છે કે- શુભેચ્છાઓ નવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી. બંધારણીય નિમંત્રણનો સ્વીકાર કરી મારી શપથ ગ્રહણમાં આવવાની યોજના હતી. પરંતુ છેલ્લા એક કલાકમાં મીડિયા રિપોર્ટ્સ જોઈ રહી છું જેમાં ભાજપ દાવો કરી રહ્યું છે કે તેના 54 લોકો પશ્ચિમ બંગાળમાં થઈ રહેલી રાજકીય હિંસામાં માર્યા ગયા છે. જે બિલકુલ ખોટું છે. બંગાળમાં કોઈ પણ રાજકીય હત્યાઓ નથી થઈ. આ મોત પાછળના કારણો વ્યક્તિગત, પારિવારિક અને અન્ય હોઈ શકે છે, પરંતુ કંઈ પણ રાજકારણથી સંબંધિત નથી. અમારી પાસે આવો કોઈ રેકોર્ડ નથી.

મને માફ કરજો નરેન્દ્ર મોદીજી, આ કારણથી હું આ સમારોહમાં સામેલ નથી થઈ રહી. આ સમારોહ લોકતંત્રને સેલિબ્રેટ કરવાનો અવસર હોય છે ન કે કોઈ પાર્ટીને ઓછી આંકીને રાજનીતિમાં પોઇન્ટ મેળવવાની. મને માફ કરો.

આ પણ વાંચો, અમિત શાહ, રવિશંકર પ્રસાદ અને કનિમોઝીએ રાજ્યસભાથી આપ્યા રાજીનામા

પહેલા સામેલ થવાનો લીધો હતો નિર્ણય

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત બાદથી જ એ વાતની અટકળો થઈ રહી હતી કે મમતા બેનર્જી વડાપ્રધાનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે કે નહીં. મીડિયા રિપોર્ટ્સના હવાલાથી એવા પણ અહેવાલ સોમ આવ્યા હતા કે મમતા 30 મેના રોજ યોજાનારા કાર્યક્રમમાં સામેલ થઈ રહી છે.

આ પણ વાંચો, TMC સાંસદ મિમી ચક્રવર્તી એન નુસરત જહાંએ કર્યો બોલ્ડ ડાન્સ, વીડિયો VIRAL

મમતાએ ચૂંટણી પરિણામો પહેલા અનેક ચૂંટણી રેલીઓમાં સાર્વજનિક રીતે મોદીને પીએમ માનવાનો પણ ઇનકાર કરી દીધો હતો. તેથી તેમના આ નિર્ણયને તેમના વલણમાં આવેલા ફેરફાર તરીકે જોવામાં આવી રહ્યો હતો.
First published: May 29, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...