એક તરફ PM મોદીના શપથ ગ્રહણ, બીજી તરફ મમતાના ધરણા

બીજેપીએ પશ્ચિમ બંગાળમાં બીજેપીના કાર્યકરોની હત્યાનો આરોપ લગાવ્યો, મમતાએ આરોપોને ખોટાં ગણાવ્યા.

News18 Gujarati
Updated: May 30, 2019, 10:29 AM IST
એક તરફ PM મોદીના શપથ ગ્રહણ, બીજી તરફ મમતાના ધરણા
મમતા બેનરજી (ફાઇલ તસવીર)
News18 Gujarati
Updated: May 30, 2019, 10:29 AM IST
નવી દિલ્હી : પશ્ચિમ બંગાળને લઈને ચાલી રહેલી રાજનીતિ હવે બીજા સ્તર પર જઈ શકે છે. પહેલા પીએમ મોદીના શપથ ગ્રહણ સમારંભમાં જવા માટે તૈયાર થયેલા મમતા બેનરજીએ બુધવારે અચાનક સમારંભમાં ભાગ નહીં લેવાની જાહેરાત કરી હતી. મમતાએ જાહેરાત કરી કે 30મી મેના રોજ પીએમ નરેન્દ્ર મોદી શપથ લેશે એ જ દિવસે તેઓ 24 પરગણનાના નૈહાટી નગરપાલિકા સામે ધરણા પર બેસશે. કહેવામાં આવી રહ્યું છે કે ટીએમસી કાર્યકરો પર થઈ રહેલા અત્યાચારના વિરુદ્ધમાં મમતા ધરણા પર બેસવા જઈ રહ્યા છે. નોંધનીય છે કે નૈહાટી નગરપાલિકાના પાર્ષદ પણ મંગળવારે ટીએમસી છોડીને બીજેપીમાં સામેલ થઈ ગયા છે.

મમતા પાછળ નહીં હટે

લોકસભા ચૂંટણીમાં ટીએમસીનું પ્રદર્શન ભલે ખરાબ રહ્યું પરંતુ મમતા વિરોધને લઈને જપીને બેસી રહેશે તેવું લાગી રહ્યું નથી. હવે તેઓ પોતાના જ રાજ્યમાં હિંસાને લઈને બેઘર થયેલા ટીએમસી કાર્યકરો અને અન્ય અત્યાચારના વિરુદ્ધમાં ધરણા કરવા જઈ રહ્યાં છે. આવું કરવા પાછળનો ઉદેશ્ય લોકસભાની ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ લોકોની સંવેદના મેળવવાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

પહેલા હા પછી ના

નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારંભમાં હાજર રહેવાનું આમંત્રણ મળ્યાં બાદ મમતાએ કહ્યું હતું કે તેણી આ કાર્યક્રમમાં ભાગ લેશે. આવા સમારંભમાં હાજર રહેવું એ સન્માનની વાત છે. પરંતુ બુધવારે મમતાએ વડાપ્રધાનને એક પત્ર લખીને સમારંભમાં હાજર રહેવાનો ઇન્કાર કરી દીધો હતો. મમતાએ આના પાછળ એવું કારણ બતાવ્યું કે બીજેપી ખોટું બોલી રહી છે કે પશ્ચિમ બંગાળમાં થયેલી રાજનીતિક હિંસામાં બીજેપીના 54 કાર્યકરોનું મોત થયું છે. આ હત્યાઓ રાજકીય વેર-ભાવને કારણે ન્હોતી થઈ, પરંતુ વ્યક્તિગત દુશ્મનાવટને કારણે થઈ હોઈ શકે છે. મમતાએ લખ્યું કે મને માફ કરજો કે હું શપથગ્રહણ સમારંભમાં હાજર નહીં રહી શકું.
First published: May 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...