Home /News /national-international /મમતા બેનર્જીએ ત્રીજીવાર બંગાળની CM પદના શપથ લીધા, કહ્યું- હિંસાને કડકાઈથી ડામીશું

મમતા બેનર્જીએ ત્રીજીવાર બંગાળની CM પદના શપથ લીધા, કહ્યું- હિંસાને કડકાઈથી ડામીશું

મમતા બેનર્જીએ શપથ લીધા બાદ તમામ રાજકીય પાર્ટીઓને બંગાળમાં શાંતિ સુનિશ્ચિત કરવાની અપીલ કરી

મમતા બેનર્જીએ શપથ લીધા બાદ તમામ રાજકીય પાર્ટીઓને બંગાળમાં શાંતિ સુનિશ્ચિત કરવાની અપીલ કરી

કોલકાતા. પશ્ચિમ બંગાળ (West Bengal Assembly Election 2021)માં વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ તૃણમૂલ કૉંગ્રેસ (TMC) સુપ્રીમો મમતા બેનર્જી (Mamata Banerjee)એ સતત ત્રીજીવાર રાજ્યની મુખ્યમંત્રી તરીકે બુધવારે શપથ લીધા. રાજ્યપલ જગદીપ ધનખડ (Jagdeep Dhankhar)એ કોવિડ-19ના વધતા પ્રકોપની વચ્ચે રાજભવનમાં આયોજિત સાદગીભર્યા સમારોહમાં તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા.

મમતા બેનર્જીએ બાંગ્લા ભાષામાં શપથ લીધા. પાર્થ ચટર્જી અને સુબ્રત મુખર્જી જેવા TMC નેતાઓ ઉપરાંત TMCની જીતમાં અગત્યની ભૂમિકા નિભાવનારા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર અને મમતા દીદીના ભત્રીજા અભિષેક બેનર્જી આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. મમતા બેનર્જીએ કહ્યું કે, પદ સંભાળ્યા બાદ તેમની પ્રાથમિકતા કોવિડ-19 સ્થિતિનો સામનો કરવાની છે. મમતા બેનર્જીએ શપથ લીધા બાદ તરત તમામ રાજકીય પાર્ટીઓને શાંતિ સુનિશ્ચિત કરવાની અપીલ કરી.

આ પણ વાંચો, મુસ્લિમ, મતુઆ, મહિલા અને મમતા- બંગાળ ચૂંટણીમાં TMCના શાનદાર પ્રદર્શનના આ છે મહત્ત્વના ફેક્ટર

બંગાળ હિંસા વિશે રાજ્યપાલે મમતાને શું કહ્યું?

બીજી તરફ, મમતા બેનર્જીના શપથગ્રહણ સમારોહમાં રાજ્યપાલ જગદીપ ધનખડે કહ્યું કે, અમારી પહેલી પ્રાથમિકતા રાજ્યમાં ચૂંટણી બાદ થઈ રહેલી હિંસાને ખતમ કરવાની છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલે કહ્યું કે, હું મમતાજીને તેમના ત્રીજા કાર્યકાળ માટે શુભેચ્છાઓ આપું છું. અમારી પ્રાથમિકતા એ છે કે અમારે આ હિંસાનો અંત લાવવો જોઈએ, જેણે મોટાપાયે સમાજને પ્રભાવિત કર્યો છે. મને પૂરી આશા છે કે મુખ્યમંત્રી તાત્કાલિક કાયદાના શાસનને બહાલ કરવા માટે તમામ પગલાં ભરશે.

આ પણ વાંચો, સુપ્રીમ કોર્ટે મરાઠા અનામતને રદ કર્યું, કહ્યું- આ સમાનતાના અધિકારનું ઉલ્લંઘન છે

" isDesktop="true" id="1093674" >

મમતા બેનર્જીના શપથ લીધા બાદ વડાપ્રધાન મોદી (PM Narendra Modi)એ પણ ટ્વીટ કર્યું. તેઓએ લખ્યું કે, પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રીના રૂપમાં શપથ લેવા માટે મમતા દીદીને શુભેચ્છાઓ. નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળમાં 292 સીટો પર યોજાયેલી ચૂંટણીમાં તૃણમૂલ કૉંગ્રેસે (TMC) 213 સીટો પર જીત મેળવી હતી. જ્યારે બીજેપી (BJP) વિધાનસભામાં પોતાના સભ્યોની સંખ્યા 3થી 77 સુધી પહોંચાડવામાં સફળ રહી.
First published:

Tags: Kolkata, West bengal, West bengal assembly election 2021, મમતા બેનરજી