મોદીને હરાવવા મમતા ડાબેરીઓ-કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા તૈયાર

News18 Gujarati
Updated: February 14, 2019, 6:11 PM IST
મોદીને હરાવવા મમતા ડાબેરીઓ-કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા તૈયાર
મમતા બેનર્જીએ કહ્યું છે કે, આ ગઠબંધન રાષ્ટ્રિય કક્ષાએ હશે અને તેમની શરતોને આધિન હશે.

મમતા બેનર્જીએ કહ્યું છે કે, આ ગઠબંધન રાષ્ટ્રિય કક્ષાએ હશે અને તેમની શરતોને આધિન હશે.

  • Share this:
ન્યૂ દિલ્હી: પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2019ની લોકસભાની ચૂંટણીમાં હરાવવા માટે મેદાને પડ્યા છે અને આમ કરવા માટે તેઓ કોંગ્રેસ અને ડાબેરીઓ સાથે પણ ગઠબંધન કરવા માટે તૈયાર છે.

જો કે, મમતા બેનર્જીએ કહ્યું છે કે, આ ગઠબંધન રાષ્ટ્રિય કક્ષાએ હશે અને તેમની શરતોને આધિન હશે.

મમતા બેનર્જીએ દિલ્હીમાં એક સભાને સંબોધિત કરતા આ વાત કહી હતી. આમ આદમી પાર્ટીનાં નેતા અરવિંદ કેજરીવાલે આ સભાનું આયોજન કર્યુ હતુ અને દેશનાં દરેક વિરોધપક્ષનાં નેતાઓને આમંત્રણ આપ્યુ હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, મમતા બેનર્જીએ સભાને સંબોધે તે પહેલા ડાબેરી નેતાઓ ડી. રાજા અને સીતારામ યચુરીએ પણ આ સભાને સંબોધી હતી અને મમતા સભા સ્થળે આવે તે પહેલા તેઓ નીકળી ગયા હતા.

મહત્વની વાત એ છે કે, આ રેલીમાં કોંગ્રેસનાં નેતા આનંદ શર્મા આવ્યા હતા. તેમની હાજરીથી ઘણા નેતાઓને આશ્ચર્ય થયુ હતુ. કેમ કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જાની દુશ્મન છે. કોંગ્રસને હરાવીને આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં સત્તા મેળવી હતી.

2019ની ચૂંટણી પહેલા વિવિધ પક્ષો ભેળા મળી મહાગઠબંધન રચી રહ્યા છે. તેમને આશા છે કે, વિવિધ રાજ્યોનાં પ્રાદેશિક પક્ષો ભેગા મળીને નરેન્દ્ર મોદીનાં વિજયરથને રોકશે અને તેમને સત્તા પરથી દૂર રાખશે.મહત્વની વાત એ છે કે, સંસદમાં સત્ર દરમિયાન સામ્યવાદી નેતાઓએ મમતા બેનર્જીનાં ચીટ ફંડ કૌભાડ મામલે આકરી ટીકા કરી હતી પણ મોદી સામેનાં ગઠબંધનમાં ભેગા બેસવા તૈયાર થયા છે.

કોંગ્રેસનાં નેતા અધિર રંજન ચૌધરીએ મમતા બેનર્જીની સરકાર પર એવો આક્ષેપ લગાવ્યો કે, તેમણે લોકોનાં પૈસા લૂંટી લીધા છે. જે લોકોનાં પૈસા ગયા છે તેમને તેમના પૈસા પાછા આપવા જોઇએ.

મમતા બેનર્જીએ કહ્યું કે, બંગાળમાં ભલે તેઓ એકબીજા સામે લડતા પણ કેન્દ્રમાં તેઓ એક સાથે ભેગા મળીને ભાજપ સામે લડશે.
First published: February 14, 2019, 2:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading