મહારેલી: ચંદ્રબાબૂ નાયડૂએ કહ્યું, 'આ પબ્લિસિટીવાળા PM, પર્ફોમન્સવાળા નહીં'

News18 Gujarati
Updated: January 19, 2019, 3:10 PM IST
મહારેલી: ચંદ્રબાબૂ નાયડૂએ કહ્યું, 'આ પબ્લિસિટીવાળા PM, પર્ફોમન્સવાળા નહીં'
ચંદ્રબાબૂ નાયડૂએ કહ્યું કે કર્ણાટકમાં સત્તા મેળવવા માટે ભાજપ સરકારે ધારાસભ્યોની બોલી લગાવી.

રેલીમાં ભાગ લેવા પહોંચેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એરપોર્ટ પહોંચતા કહ્યું કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહ દેશ માટે ખતરો છે

  • Share this:
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વામાં નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષની મહારેલી માટે મંચ પર દેશના દિગ્ગજ નેતાઓ પહોંચ્યા છે. આ રેલીમાં ડીએમકે નેતા એમકે સ્ટાલીન, અખિલેશ યાદવ, કિરણમય નંદા, જિજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ બ્રિગેડ ગ્રાઉન્ડ પહોંચી ચૂક્યા છે.

મહારેલી Upates
- ચંદ્રબાબૂ નાયડૂએ કહ્યું કે કર્ણાટકમાં સત્તા મેળવવા માટે ભાજપ સરકારે ધારાસભ્યોની બોલી લગાવી. પૈસાથી તેમને ખરીદવાનો પ્રયાસ થયો. આ સરકારમાં સીબીઆઈ, ઈડી અને અન્ય સંસ્થાઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ઈવીએમના સ્થાને આપણે પારદર્શી ચૂંજ્ઞણી માટે બેલેટ પેપર પર ઉતરવું પડશે. વર્ષ 2019માં દેશને નવા વડાપ્રધાન મળી જશે. અમરાવતીમાં આનાથી પણ મોટી રેલી આયોજિત કરવામાં આવશે.

- ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે કાશ્મીર માટે ભાજપ સરકાર જવાબદાર છે. તે દેશના લોકોના ભાગલા પાડવાનું કામ કરી રહી છે. હિન્દુ-મુસલમાનોમાં ભાગ પાડવાનું કામ કરી રહ્યા છે. હાલમાં સમગ્ર દેશમાં આગ લાગેલી છે. હવે તેને રોકવા માટે કુરબાની આપવી પડશે. તેઓએ કહ્યું કે જેને તમે ઈવીએમ કહો છો તે ચોર મશીન છે. હું ઇલેક્શન કમીશનને તેને હટાવવાની માંગ કરીશ. ચૂંટણી દરમિયાન તેનાથી ચોરી કરવામાં આવે છે.
- રેલીમાં ભાગ લેવા પહોંચેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એરપોર્ટ પહોંચતા કહ્યું કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહ દેશ માટે ખતરો છે. આ લોકોને દેશથી ઉખાડી ફેંકવા જરૂરી છે. હું મમતા બેનર્જીના આ પગલાના બિરદાવું છું અને તેમની રેલીમાં ભાગ લેવા માટે આવ્યો છું.

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ઉપરાંત બસપા તરફથી પાર્ટીના સિનિયર નેતા સતીશચંદ્ર મિશ્રા રેલીમાં સામેલ થવાની શક્યતા છે. આએલડીના અજીત સિંહ અને જયંત ચૌધરી પણ ઉપસ્થિત રહેશે. આ પાર્ટી પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં એક મહત્વપૂર્ણ રાજકીય તાકાત છે. તે પણ સપા-બસપા ગઠબંધનમાં સામેલ થવા માટે વાતચીત કરી રહ્યા છે. બીજી તરફ, રેલીમાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ પાર્ટીના સિનિયર નેતા મલ્લિકાર્જુન ખડગે કરશે.ઉત્તર પ્રદેશમાં નવા ચૂંટણી સમીકરણ બનાવનારી સપા અને બસપા સહિત તમામ મોટી વિપક્ષી પાર્ટીઓની આ રેલીમાં હાજરી ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે, સપાા ઉપાધ્યક્ષ કિરણમય નંદાએ કહ્યું, આ ભાજપ વિરોધી રેલી છે. તેથી અનેક વિપક્ષી પાર્ટી તેમાં ભાગ લઈ રહી છે અને અમે પણ તેનો હિસ્સો છીએ. તેનો ઉત્તર પ્રદેશના રાજકારણ સાથે કોઈ લેવા-દેવા નથી કારણ કે તેઓ બિલકુલ જ એક અલગ મોર્ચો છે.
First published: January 19, 2019, 9:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading