NRC ડ્રાફ્ટને લઈને મમતાએ કહ્યું- 'દેશમાં ગૃહયુદ્ધ થઈ શકે છે'

News18 Gujarati
Updated: August 1, 2018, 8:07 AM IST
NRC ડ્રાફ્ટને લઈને મમતાએ કહ્યું- 'દેશમાં ગૃહયુદ્ધ થઈ શકે છે'

  • Share this:
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાના ત્રણ દિવસના દિલ્હીના પ્રવાસે આવેલા છે. કોલકાતામાં આવતા વર્ષે 19 જાન્યુઆરીએ થનાર 'ફેડરલ ફ્રન્ટ'ની રેલીને જોતા મમતાનો આ પ્રવાસ ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

'ફેડરલ ફ્રન્ટ' ગેરબીજેપી અને ગેર-કોંગ્રેસ પાર્ટીઓનો સમૂહ છે જેને મમતા બેનર્જી પોતાની આગેવાનીમાં ઉભો કરવાની કોશિશ કરી રહી છે. આ સિલસિલામાં તેઓ સતત ક્ષેત્રીય પાર્ટીઓના નેતાઓ સાથે મુલાકાત કરીને તેમને પોતાના પક્ષમાં લાવવાની કોશિશ કરી રહ્યાં છે.

બીજેપી પર મમતા કઠોર, કહ્યું- 2019માં થશે પરિવર્તન

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દિલ્હીના કંસ્ટીટ્યુશન ક્લબમાં એનઆરસી મુદ્દા પર બીજેપી પર હલ્લાબોલ કરીને ખરી ખોટી સંભળાવી હતી. મમતાએ કહ્યું કે, એનઆરસી મામલે પક્ષપાત કરવામાં આવ્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી અહેમદના પરિવારનું નામ નેશનલ રજિસ્ટર ઓફ સિટિજનમાં ના હોવું આશ્ચર્ય અને હેરાન કરનાર વાત છે. તેમને અનુસાર આવા ઢગલાબંધ ભારતીય નાગરિક છે જેમનું નામ એનઆરસીમાં નથી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, અસમમાં શું થઈ રહ્યું છે? બંગાળી જ નહી, લઘુમતી, હિન્દુ, બિહારી વગેરે જેવા 40 લાખ લોકોમાં આ બધા જ સામેલ છે. આમાંથી તો ઘણા લોકો ઘણા વર્ષોથી વોટ આપતા આવ્યા છે હવે અચાનક તેમને ભારતની નાગરિકતાથી બહાર કરી દેવામાં આવ્યા. પરંતુ અમે આવું થવા દઈશું નહી કેમ કે ત્યાં અમે બેઠા છીએ. એનઆરસીમાં જેનું નામ નથી તે લોકો વોટ આપી શકતા નથી.

ભારતને પરિવર્તનની જરૂરત છેદિલ્હીની કન્સ્ટીટ્યૂશન ક્લબમાં 'લવ ફોર નેબર' કોન્ફ્રન્સમાં મમતા બેનર્જીએ કહ્યું, 'ભારતને પરિવર્તનની જરૂરત છે અને આ પરિવર્તન 2019માં દુનિયાના સુધાર માટે આવવો જોઈએ.'

મમતાએ કહ્યું, માત્ર ચૂંટણી જીતવા માટે લોકોને હેરાન ના કરી શકાય. શું તમને લાગતું નથી કે, જે લોકોના નામ લિસ્ટમાં નથી, તેઓ પોતાની ઓળખ ખોઈ દેશે? પ્લીસ તે વાતને સમજો કે, ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશ વિભાજનથી પહેલા એક હતા. જે પણ માર્ચ 1971 સુધી બાંગ્લાદેશથી ભારત આવ્યા હતા તેઓ ભારતીય નાગરિક છે.

ગૃહમંત્રી રાજનાથ સિંહને મળવા પહોંચી મમતા બેનર્જી

મમતા બેનર્જી અસમમાં ચાલી રહેલા એનઆરસી ડ્રાફ્ટના મુદ્દા પર ગૃહ મંત્રી રાજનાથ સિંહને મળવા તેમના ઘરે ગયા હતા. સોમવારે રજૂ કરેલા એનઆરસીના ફાઈનલ ડ્રાફ્ટમાં 40 લાખ લોકોના નામ સામેલ કરવામાં આવ્યા ના હોવાના કારણે તેઓ નારાજ છે.

દેશમાં થઈ શકે છે ગૃહયુદ્ધ

રાજનાથ સિંહ સાથે મુલાકાતમાં મમતા બેનર્જીએ તેમને એનઆરસીને લઈને નવો સંશોધન રજૂ કરવા અને નવો બિલ લાવવા આગ્રહ કર્યો. મમતાએ કહ્યું, ગૃહમંત્રીએ મને આશ્વસન આપ્યું છે કે તેઓ (સરકાર) લોકોને હેરાન કરશે નહી. મે તેમને બંગાળમાં એનઆરસી લાવવા સાથે જોડાયેલ મુદ્દાઓ વિશે વાત પણ કરી. મે તેમેને કહ્યું કે, જો આવું થશે તો દેશમાં ગૃહયુદ્ધ થઈ શકે છે.

NRC મુદ્દા પર મમતા સાથે મુલાકા પછી રાજનાથ બોલ્યા

મમતા સાથેની મુલાકાત પછી રાજનાથ સિંહે કહ્યું, મે મમતા બેનર્સીને કહ્યું કે, એનસીઆર ડ્રાફ્ટ અસમ કરારની જોગવાઈઓને આધાર પર રજૂ કરવામાં આવ્યો છે. આના પર નિર્ણય 5 ફેબ્રુઆરી 2005માં ત્રિપક્ષીય બેઠકમાં લેવામાં આવ્યો હતો, જે કેન્દ્ર સરકાર, અસમ રાજ્ય સરકાર અને ઓલ અસમ સ્ટૂડેન્ટ યૂનિયન વચ્ચે થયો હતો.

રાજનાથે કહ્યું, 'આ આખી પ્રક્રિયામાં કોઈપણ વ્યક્તિને હેરાન કરવામાં આવશે નહી. બધા લોકોને પોતાની વાત રજૂ કરવાની તક આપવામાં આવશે. એનઆરસી ડ્રાફ્ટને સુપ્રીમ કોર્ટ હેઠળ કાયદા અનુસાર તૈયાર કરવામાં આવ્યો છે. '

કાલે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી શકે છે મમતા

મમતા બેનર્જી બુધવારે યૂપીએ ચેયરપર્સન સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી શકે છે. અસલમાં, મમતા, ગેર બીજેપી મોર્ચો બનાવવાની કોશિશ કરી રહી છે અને ફેડરલ ફ્રન્ટની રેલીમાં તેઓ સોનિયા ગાંધીને આમંત્રિત કરવા માટે તેમના સાથે મુલાકાત કરી શકે છે.

શરદ પવરા સાથે મમતાએ કરી મુલાકાત

મમતા બેનર્જીનો દિલ્હી પ્રવાસ ખુબ જ એક્શનથી ભરેલો ચાલી રહ્યો છે. મંગળવારે તેમને એનસીપી સુપ્રીમો શરદ પવાર અને સુપ્રિયા સુલે સાથે મુલાકાત કરી.
First published: July 31, 2018, 11:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading