નાગોર : અનોખા મામેરા (Mayra) માટે પ્રખ્યાત રાજસ્થાનના (Rajasthan)નાગોર જિલ્લામાં (Nagaur District)ફરી વખત એક વિશેષ મામેરું ભરવામાં આવ્યું છે. આ મામેરાની ચારેય તરફ ચર્ચા થઇ રહી છે. નાગોર (Nagaur)જિલ્લામાં ખેડૂત પરિવારના ત્રણ ભાઈઓ પોતાના ભાણાના લગ્નમાં બે કોથળા રૂપિયા ભરીને પહોંચ્યા હતા. મામેરા માટે ખેડૂત પરિવાર અઢી વર્ષથી પૈસા ભેગા કરી રહ્યો હતો. રવિવારે મામેરાની ટોકરીમાં 10-10 રૂપિયાની નોટો રાખવામાં આવી હતી. મામેરામાં કુલ સવા 6 લાખ રૂપિયા ભરવામાં આવ્યા હતા. આ રૂપિયા ગણવામાં પંચોને 3 કલાક લાગ્યા હતા. આ અનોખું મામેરું નાગોર જિલ્લાના દેશવાલ ગામમાં ભરવામાં આવ્યું છે. આ મામેરું સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યું છે.
આ લગ્નમાં અનોખા અંદાજમાં મામેરાની વિધિ કરવામાં આવી હતી. ખેતીથી પોતાનું જીવન નિર્વાહ કરનાર ત્રણ ભાઈઓએ પોતાના ભાણાના લગ્નમાં બહેનના સાસરિયામાં નોટોથી ભરેલા પ્લાસ્ટિકના બે કોથળા ભરીને પહોંચ્યા હતા. પછી સંબંધીઓ અને સમાજના પાંચ પટેલોની હાજરીમાં ટોકરીમાં નોટ રાખવામાં આવ્યા હતા. આ બધી નોટો 10-10 રૂપિયાની હતી. લગ્નમાં કુલ 6.25 લાખ રૂપિયાનું મામેરું ભરવામાં આવ્યું હતું. આ સિવાય સોના-ચાંદીના આભૂષણ પણ મામેરામાં આપ્યા હતા.
નાગોર જિલ્લાના દેશવાલ ગામના રહેવાસી સીપુ દેવીના પુત્ર હિમ્મતારામના રવિવારે લગ્ન હતા. આ લગ્નમાં સીપુ દેવીના 3 ભાઇઓ મામેરા લઇને આવ્યા હતા. ડેગાના નિવાસી રામનિવાસ જાટ, કાનારામ જાટ અને શૈતાનરામ જાટે પોતાની બહેનનું અનોખા અંદાજમાં મામેરું ભર્યું હતું.
નોટો ગણવામાં લાગ્યા 3 કલાક
નોટોને ટોકરીમાં નાખ્યા પછી ત્યાં હાજર આઠ લોકોએ બધા નોટની ગણતરી શરૂ કરી હતી. લગભગ 3 કલાકની ગણતરી પછી કુલ સવા છ લાખ રૂપિયા કાઉન્ટ થયા હતા. આ દરમિયાન લગ્નમાં આવેલા લોકોએ રાહ જોતા રહ્યા કે કુલ કેટલા રૂપિયા થાય છે.
રાજસ્થાનમાં ભાણા કે ભાણીના લગ્નમાં મામા પોતાની બહેનનું મામેરું ભરે છે. આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. મુગલ શાસન દરમિયાન અહીંના ખિંયાલા અને જાયલના જાટો દ્વારા લિછમા ગુજરીને પોતાની બહેન માનીને ભરેલા મામેરાના તો મહિલાઓ લોક ગીતો ગાય છે. જેથી નાગોરના મામેરા ઘણા પ્રસિદ્ધ છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર