મામાને ભાણી સાથે થઇ ગયો પ્રેમ, પછી જે થયું તે આખા ગામમાં ચર્ચાનો વિષય બની ગયો
મામાને ભાણી સાથે થઇ ગયો પ્રેમ, પછી જે થયું તે આખા ગામમાં ચર્ચાનો વિષય બની ગયો
મામા ભાણી ભાગી ગયા (પ્રતિકાત્મક તસવીર)
આ વાત ગામમાં રહેતા 22 વર્ષના યુવકની છે. યુવક તેની બહેનના ઘરે આવતો જતો રહેતો હતો, ત્યારે સંબંધમાં તેની ભાણી લાગતી 25 વર્ષીય યુવતી સાથે તેની મુલાકાત થઈ હતી. બંનેએ પોતાનો ફોન નંબર એકબીજાને આપ્યો અને પછી કલાકો સુધી તેમની વચ્ચે વાતચીત થતી હતી.
મિર્જમુરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગામમાં રહેતો યુવક સબંધે તેની ભાણી લાગતી યુવતીને લઈને મંગળવારે મિર્જમુરાદ સ્ટેશને પહોંચી ગયો હતો. બંનેએ પોલીસને જણાવ્યું કે તેઓ એકબીજા ને પ્રેમ કરે છે અને લગ્ન કરવા માંગે છે. સુચના મોકલવામાં આવતા તે બંનેના પરિવારના લોકો પણ પોલીસ સ્ટેશને ભેગા થઈ ગયા અને કલાકો સુધી પંચાયત ચાલી. આ દરમિયાન મામા-ભાણી લગ્ન કરવાની જીદ પર અડી રહ્યાં હતાં. મોડી રાત સુધી ચાલેલી પંચાયતમાં પણ કોઈ ઉકેલ આવ્યો નહીં. જોકે પંચાયત દ્વારા 15 દિવસ પછી આ બાબતે કોઈ નિર્ણય આપવાની વાત કરાઈ હતી. તે પછી યુવક અને યુવતી બંને પોતપોતાના ઘરે ચાલ્યા ગયા હતા.
બહેનની ઘરે આવજા દરમિયાન પ્રેમ થઈ ગયો
આ ઘટના મિર્જમુરાદ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કછવા બજાર પોલીસમથક વિસ્તારમાં એક ગામમાં રહેતા 22 વર્ષના યુવકની છે. યુવક તેની બહેનના ઘરે આવતો જતો રહેતો હતો, ત્યારે સંબંધમાં તેની ભાણી લાગતી 25 વર્ષીય યુવતી સાથે તેની મુલાકાત થઈ હતી. બંનેએ પોતાનો ફોન નંબર એકબીજાને આપ્યો અને પછી કલાકો સુધી તેમની વચ્ચે વાતચીત થતી હતી.
બંને વચ્ચે જ્યારે સંબંધ ગાઢ બન્યો, ત્યારે તેમને એકબીજા સાથે લગ્ન કરવાનું મનોમન નક્કી કરી લીધું હતું.
જોકે તે બંને ને ખ્યાલ તો હતો કે તેમના ઘરમાં આ સબંધ સ્વીકારવામાં આવશે નહીં. ફોન પર વાત કરીને બંને મંગળવારની સવારે પોતાના ઘરેથી ભાગી ગયા હતા. બંને ભાગી જઇને લગ્ન કરવા માંગતા હતા પણ પકડાઈ જવના ડરથી બંને સીધા પોલીસમથક પહોંચી ગયા હતા.
પોલીસ અધિકારીને લગ્ન કરાવી આપવાની કરી વિનંતી
આ બાબતે મિર્જમુરાદ પોલીસ સ્ટેશનના પ્રભારીએ જણાવ્યું કે સંબંધમાં મામા-ભાણી લાગતા યુવાન અને યુવતીએ લગન કરવા માટે આજીજી કરી હતી. સૂચના મળતા બંનેના ઘરના લોકો પણ ભેગા થઈ ગયા હતા, પરંતુ કલાકો સુધી સમજાવવા છતાં યુવક અને યુવતી બંને લગ્ન કરવાની જીદ લઈને બેઠા હતા. આ બાબત પર બંને પક્ષો વચ્ચે સાંજ સુધી પંચાયત ચાલી. આખરે નક્કી કરાયું કે 15 દિવસ પછી પંચાયત દ્વારા આ બાબતે નિર્ણય આપવામાં આવશે. આ યુવતીનો ભાઈ પણ આ લગ્નથી ખુશ નથી. તેણે કહ્યું હતુંકે તે યુવક 22 વર્ષનો છે અને તેની બહેન 25 વર્ષની છે. ત્રણ વર્ષ નાના યુવક સાથે તે તેની બહેનનું લગ્ન કરાવવા નથી માંગતો.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર