કોંગ્રેસના નવા ચૂંટાયેલા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીની કમાન સંભાળી છે. કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાં શશિ થરૂરને હરાનાર મલ્લિકાર્જુન ખડગેએ આજે એટલે કે બુધવારે સવારે સોનિયા ગાંધી, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય રાહુલ ગાંધી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સમિતિઓ અને પક્ષના અન્ય નેતાઓની હાજરીમાં કોંગ્રેસ મુખ્યાલય ખાતે પક્ષ પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. કોંગ્રેસની બાગડોર સંભાળતા પહેલા મલ્લિકાર્જુન ખડગેએ આજે સવારે રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.
મળતી માહિતી અનુસાર, ખડગે શપથ લીધા પહેલા રાજઘાટ પહોંચ્યા હતા અને ત્યાં મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી. ત્યાર પછી જવાહર લાલ નહેરું, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની સમાધિ પર ગયા. આ રીતે પદ સંભાળ્યા પહેલા ગાંધીજીની સાથે કોંગ્રેસની ત્રણ પેઢીને નમન કર્યું. ખડગેએ લાલબહાદુર શાસ્ત્રી અને દલિત નેતા બાબુ જગજીવન રામની સમાધિને પણ પુષ્પાંજલિ અર્પી.
Congress President-elect Mallikarjun Kharge, former party president Sonia Gandhi, MP Rahul Gandhi and party's General Secretary Priyanka Gandhi Vadra reach AICC headquarters in Delhi
કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગેએ શશિ થરૂરને 6825 વોટથી હરાવ્યા. ખડગેને 7897 વોટ મળ્યા, જ્યારે થરૂરને માત્ર 1072 વોટ મળ્યા. આ ચૂંટણીમાં જીત્યા પછી ખડગે કોંગ્રેસના 65મા અધ્યક્ષ બન્યા છે. બાબુ જગજીવનરામ પછી બીજા દલિત કોંગ્રેસ અધ્યક્ષ છે.
ખડગેની સામે ઘણા પડકાર છે
ખડગેની જીત જેટલી મોટી છે, તેટલી પડકારોથી ભરેલી પણ છે. તેઓ જ્યારે કોંગ્રેસ હાઇકમાન્ડની જવાબદારી સંભાળવા આવ્યા છે, ત્યારે માત્ર 2 રાજ્ય રાજસ્થાન અને છત્તીસગઢમાં જ કોંગ્રેસની સરકાર બચી છે. ઝારખંડ અને તમિલનાડુમાં ગઠબંધનની સરકાર છે, પરંતુ મુખ્યમંત્રી બીજી પાર્ટીના છે.
ખડગે અધ્યક્ષ બન્યા છે, ત્યારે ગુજરાત અને હિમાચલમાં વિધાનસભાની ચૂંટણી છે. આવતા વર્ષે 2023માં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિત 10 રાજ્યમાં ચૂંટણી છે.
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડી રહેલા મલ્લિકાર્જુન ખડગેનું કહેવું છે કે આ સંગઠનની ચૂંટણી છે, અમારા ઘરની વાત છે. દરેક વ્યક્તિને મત આપવા માટે સ્વતંત્ર છે. લોકોએ મારો સાથ આપ્યો અને હું ઉમેદવાર છું. કોંગ્રેસ જેવી વિશાળ સંસ્થાને ચલાવવા માટે ગાંધી પરિવારના માર્ગદર્શનની જરૂર છે.
મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું?
મલ્લિકાર્જુન ખડગેએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજે એક મજૂરનો પુત્ર કોંગ્રેસનો અધ્યક્ષ બન્યો છે. આ મારા માટે ભાવનાત્મક ક્ષણ છે. આ સન્માન આપવા બદલ આપ સૌનો આભાર. કોંગ્રેસના તમામ જૂના પ્રમુખોને યાદ કરીને હું તમને ખાતરી આપવા માંગુ છું કે મારી મહેનતથી જે પણ શક્ય બનશે તે હું કરીશ અને તમારે પણ તમારી તમામ શક્તિથી લડવું પડશે. આ મારી અપીલ છે. આજે, આ અવસર પર, કોંગ્રેસના કરોડો કાર્યકરો વતી, હું સોનિયા ગાંધીના અમૂલ્ય યોગદાન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માંગુ છું. મને 15 જાન્યુઆરી, 1998નો દિવસ યાદ છે, જ્યારે તમે બેંગ્લોરની હાઈસ્કૂલમાં તમારી પ્રથમ જાહેર સભામાં કહ્યું હતું કે હું કર્ણાટકમાંથી રાજકીય શિક્ષણ લઈ રહી છું, ત્યારથી તમે સખત મહેનત કરીને કોંગ્રેસને સંભાળી છે. માત્ર સત્તા માટે રાજનીતિ કરતા લોકો માટે તેમણે ત્યાગની મિસાલ કાયમ કરી છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર