Home /News /national-international /

Rafaleની શસ્ત્ર પૂજાને ખડગેએ કહ્યો 'તમાશો', અમિત શાહે કર્યો વળતો હુમલો

Rafaleની શસ્ત્ર પૂજાને ખડગેએ કહ્યો 'તમાશો', અમિત શાહે કર્યો વળતો હુમલો

મલ્લિકાર્જુન ખડગે અને અમિત શાહ (ફાઇલ તસવીર)

અમિત શાહે કહ્યુ કે, મને સમજાતું નથી કે કૉંગ્રેસ શસ્ત્ર પૂજાનો વિરોધ કેમ કરે છે

    નવી દિલ્હી : ફ્રાન્સ (France)માં રાફેલ પ્લેન (Rafale Aircraft)ને રિસીવ કર્યા બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh)એ શસ્ત્ર પૂજા કરી. તેને લઈ કૉંગ્રેસ (Congress) પાર્ટી સરકાર પર નિશાન સાધી રહી છે. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ કહ્યું કે, આ પ્રકારના તમાશા કરવાની જરૂર નથી. પહેલા જ્યારે એમ બોફોર્સ (Bofors) તોપ જેવા હથિયાર ખરીદ્યા હતા તો કોઈ ગયું નહોતું અને કોઈ દેખાડો કરીને નહોતી લાવ્યા.

    ખડગેએ વધુમાં કહ્યુ કે, આપતા વાયુસેનાના અધિકારી તપાસ કરે છે કે પ્લેન સારું છે કે નહીં. તે લોકો જાય છે, દેખાડો કરે છે, પ્લેનની અંદર બેસે છે.

    અમિત શાહે કર્યો વળતો હુમલો

    કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર વળતો હુમલો કરતાં હરિયાણાના કૈથલમાં એક રેલીને સંબોધિત કરતાં કહ્યુ કે, રક્ષા મંત્રી રાજનાથ સિંહે ફ્રાન્સમાં રાફેલની શસ્ત્ર પૂજા કરી. કૉંગ્રેસને આ પસંદ નથી આવ્યું. શું વિજયદશમી પર શસ્ત્ર પૂજા નથી કરવામાં આવતી? તેમણે એ વાતનો વિચાર કરવો જોઈએ કે શેની ટીકા કરવી જોઈએ અને શેની નહીં.

    'શસ્ત્ર પૂજાનો વિરોધ કેમ'

    આ દરમિયાન શસ્ત્ર પૂજા પર કૉંગ્રેસ તરફથી સવાલ ઉઠાવવાના મુદ્દે અમિત શાહે કહ્યુ કે, મંગળવારે વિજયદશમી હતી, જે અસત્ય પર સત્યની જીતનું પ્રતીક છે અને તેને શસ્ત્ર પૂજન કરીને ઉજવવામાં આવે છે. મને સમજાતું નથી કે કૉંગ્રેસ શસ્ત્ર પૂજાનો વિરોધ કેમ કરે છે.

    'વિપક્ષની પાસે કોઈ દિશા નથી'

    વિપક્ષ પર નિશાન સાધતાં શાહે કહ્યુ કે, હાલમાં ચૂંટણી પ્રચાર શરૂ થયો છે અને અમારા વિરોધીઓને ખબર જ નથી પડી રહી કે ચૂંટણીની શરૂઆત પૂર્વથી કરે કે પશ્ચિમથી કરે, ઉત્તરથી કરે કે દક્ષિણથી કરે. તેમની પાસે કોઈ દિશા નથી.

    આ પણ વાંચો,

    PM મોદી માટે નવું વિમાન લાવવાની તૈયારી, ઍરઇન્ડિયાના બદલે ઍરફોર્સનું હશે!
    કેરળ : પરિવારના 6 લોકોને મારનારી જૉલી કરવાની હતી વધુ બે બાળકોની હત્યા
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Mallikarjun Kharge, Rafale, Rajnath Singh, અમિત શાહ, કોંગ્રેસ, ભાજપ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन