Home /News /national-international /Mallikarjun Kharge Resign: રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે મલ્લિકાર્જુન ખડગેનું રાજીનામું

Mallikarjun Kharge Resign: રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે મલ્લિકાર્જુન ખડગેનું રાજીનામું

મલ્લિકાર્જુન ખડગે - ફાઇલ તસવીર

Mallikarjun Kharge Resign: કોંગ્રેસના અધ્યક્ષ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભાના વિપક્ષના નેતા તરીકે સોનિયા ગાંધીને રાજીનામું સોંપ્યુ છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાં એક વ્યક્તિ એક પદનો સિદ્ધાંત લાગુ કરવામાં આવ્યો છે. તે અંતર્ગત ખડગેએ રાજીનામું આપ્યું છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ કોંગ્રેસના અધ્યક્ષ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભાના વિપક્ષના નેતા તરીકે રાજીનામું આપ્યું છે. મલ્લિકાર્જુન ખડગેએ સોનિયા ગાંધીને રાજીનામું સોંપ્યુ છે. કહેવામાં આવી રહ્યુ છે કે, કોંગ્રેસમાં એક વ્યક્તિ એક પદનો સિદ્ધાંત લાગુ કરવામાં આવ્યો છે. તે અંતર્ગત ખડગેએ રાજીનામું આપ્યું છે. ખડગે કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણીમાં સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. તેમનો સીધો મુકાબલો શશિ થરૂર સાથે થશે.

  ખડગે 50 વર્ષથી રાજકારણમાં સક્રિય


  ઉલ્લેખનીય છે કે, શુક્રવારે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો અને ઉમેદવારી પત્રની તપાસ કરી નામ પાછું ખેંચવાની છેલ્લી તારીખ આઠ ઓક્ટોબર છે. જો ખડગે ચૂંટણી જીતે છે, તો તેઓ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટિ (એઆઈસીસી)ના અધ્યક્ષ બનનારા એસ. નિજાલિંગપ્પા પછી કર્ણાટકના બીજા નેતા હશે. તેઓ જીત્યા પછી જગજીવન રામ પછી આ પદ પર બેસનારા બીજા દલિત નેતા હશે. ખડગે 50 વર્ષ કરતાં વધુ સમયથી રાજકારણમાં એક્ટિવ છે.

  આ પણ વાંચોઃ ખડગે, ત્રિપાઠી કે થરૂર? જાણો કોણ કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર? 

  ત્રણ નેતા વચ્ચે અધ્યક્ષ પદની રેસ


  હકીકતમાં કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર સિવાય કે.એન. ત્રિપાઠી પણ છે. ત્રણેય નેતાઓએ શુક્રવારે ઉમેદવારી પત્ર ભર્યુ હતુ અને કર્ણાટક સાથે જોડાયેલા વરિષ્ઠ નેતા ખડગે સ્પષ્ટરૂપે સૌથી વધુ લાયક ઉમેદવાર તરીકે ઉભરી આવ્યાં છે. મહત્ત્વનું છે કે, મેદાનમાં ઉતરેલા ત્રીજા ઉમેદવાર કે.એન. ત્રિપાઠી ઝારખંડના પૂર્વ મંત્રી છે.

  આ પણ વાંચોઃ કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં વધુ એક નામની એન્ટ્રી! મલ્લિકાર્જુન ખડગે

  80 વર્ષીય મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસના મુખ્યનેતાઓ સાથે ઉમેદવારી પત્રના 14 સેટ જમા કર્યા હતા. આ સાથે જ તેમના પ્રસ્તાવકોમાં અશોક ગેહલોત, દિગ્વિજય સિંહ, એ.તે. એન્ટની, અંબિકા સોની, મુકુલ વાસનિક સામેલ છે. આ સિવાય તેમના પ્રસ્તાવકોમાં આનંદ શર્મા, પૃથ્વીરાજ ચવ્હાણ, મનીષ તિવારી અને ભૂપેન્દ્ર હુડ્ડા જેવા નેતા પણ છે જે પાર્ટીમાં બદલાવની માગ ઉઠાવનારા સમૂહ જી-23 સાથે સંકળાયેલા છે.


  શશિ થરૂર જી-23માં સામેલ


  શશિ થરૂર પોતે જી-23માં સામેલ છે. તેમણે ઉમેદવારી પત્ર સાથે પાંચ સેટ જમા કરાવ્યા હતા. ત્યાં ઝારખંડના પૂર્વ મંત્રી ત્રિપાઠીના કોંગ્રેસના કેન્દ્રીય ચૂંટણી પ્રાધિકરણના અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રી સામે ઉમેદવારી પત્રનો એક સેટ જમા કરાવ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં ખડગે સૌથી વધુ પસંદગી પામનારા ઉમેદવાર માનવામાં આવી રહ્યા છે અને ત્યાં ઈઆઈસીસી મુખ્યાલયમાં તેમનું ઉમેદવારી પત્ર ભરતી વખતે પાર્ટીના અનેક નેતા સાથે હતા.

  ક્યારે છે ચૂંટણી?


  કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણી માટે જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે, અધિસૂચના 22 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવી હતી અને ઉમેદવારી પત્ર ભરવાની પ્રકિયા 24 સપ્ટેમ્બરથી ચાલુ કરવામાં આવી હતી, તે 30 સપ્ટેમ્બર સુધી ચાલી હતી. ઉમેદવાર પત્ર પાછું ખેંચવાની અંતિમ તારીખ 8 ઓક્ટોબર છે. એકથી વધુ ઉમેદવાર હોવાથી આગામી 17 ઓક્ટોબરે મતદાન તશે અને 19 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે.
  Published by:Vivek Chudasma
  First published:

  Tags: Congress News, Congress party, Mallikarjun Kharge

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन