માલીમાં વિદ્રોહી સૈનિકોએ રાષ્ટ્રપ્રમુખ-PMને બંધક બનાવ્યા, બળજબરીથી લીધા રાજીનામાં

માલીમાં સૈન્ય બળવોઃ આર્મીના અસંતુષ્ટ જૂનિયર અધિકારીઓએ કમાન્ડરોને પકડી લીધા અને ત્યારબાદ કેમ્પ પર કબજો જમાવી દીધો

માલીમાં સૈન્ય બળવોઃ આર્મીના અસંતુષ્ટ જૂનિયર અધિકારીઓએ કમાન્ડરોને પકડી લીધા અને ત્યારબાદ કેમ્પ પર કબજો જમાવી દીધો

 • Share this:
  બામાકોઃ આફ્રિકી દેશ માલી (Mali)માં વિદ્રોહી સૈનિકોએ તખ્તાપલટાને અંજામ આપી રાષ્ટ્રપ્રમુખ ઇબ્રાહિમ બુબાકાર કેટા (President Ibrahim Boubacar Keita)ની ધરપકડ કરી લીધી છે. માલીના રાષ્ર્ પ્રમુખની સાથે વિદ્રોહીઓએ દેશના વડાપ્રધાન બોબૂ સિસેને પણ કેદ કરી લીધા છે. આ બળવાની શરૂઆત મંગળવારે માલીની રાજધાની બામાકોની નજીક એક આર્મી કેમ્પથી થઈ હતી અને અહીં સૈનિક અંદરોઅંદર સામસામે આવી ગયા હતા. અહેવાલ છે કે રાષ્ટ્રપ્રમુખ ઇબ્રાહિમ બુબાકારે રાજીનામું પણ આપી દીધું છે.

  માલી સરકારના એક પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું કે, બામાકોના અનેક વિસ્તારોમાં આગચંપીની ઘટનાઓ પણ બની છે. સૌથી પહેલા બામાકોથી 15 કિલોમીટર દૂર સ્થિત કાટી કેમ્પમાં અસંતુષ્ટ જૂનિયર અધિકારીઓએ કમાન્ડરોને પકડી લીધા અને ત્યારબાદ કેમ્પ પર કબજો જમાવી દીધો. ત્યારબાદ યુવાઓએ શહેરની સરકારી ઇમારતોને આગને હવાલે પણ કરી દીધી. પહેલાથી જ માલીના રાષ્ટ્રપ્રમુખના રાજીનામાની માંગને લઈ અલગ-અલગ હિસ્સાઓમાં વિરોધ પ્રદર્શન પણ ચાલી રહ્યા હતા. હવે રાષ્ટ્રપ્રમુખ ઇબ્રાહિમ બાબાકાર કેટા પણ વિદ્રીહો સૈનિકોના કબજામાં છે. સૈનિકોએ કોઈ પણ પ્રકારની વાતચીતથી પણ ઇન્કાર કરી દીધો છે.


  આ પણ વાંચો, હોટલમાં ચાલી રહ્યો હતો દેહવેપારનો ગોરખધંધો, રૂમમાં આપત્તિજનક સ્થિતિમાં પકડાયા 5 જોડા

  રાષ્ટ્રપ્રમુખ અને વડાપ્રધાનના લીધા રાજીનામા

  મળતી જાણકારી મુજબ, શહેરમાં યુવાઓએ અનેક સરકારી ઇમારતોમાં આગ લગાવી દીધી છે. આ ઉપરાંત નારાજ સૈનિકોએ સીનિયર કમાન્ડરોને પણ કેદ કરી દીધા છે. સાથોસાથ બામાકોથી 15 કિ.મી. દૂર સ્થિત કાતી કેમ્પ પર અધિકારી જમાવી દીધો છે. આફ્રિકી સંઘ અને સ્થાનિક ગ્રુપ ઇકોવાસે આ વિદ્રોહની નિંદા કરી છે.

  આ પણ વાંચો, ભારતમાં લૉન્ચ થયું દુનિયાનું સૌથી સસ્તું ઇલેક્ટ્રીક બાઇક! જાણી લો કિંમત અને ફીચર્સ

  વિદ્રોહી સૈનિક રાષ્ટ્રપ્રમુખ પાસેથી રાજીનામાની માંગ કરી રહ્યા હતા. બીબીસી આફ્રિકાના રિપોર્ટ મુજબ, વિદ્રોહી સૈનિકોનું નેતૃત્વ કાતી કેમ્પના ડેપ્યૂટી હેડ કર્નલ મલિક ડિયાઓ અને કમાન્ડર જનરલ સાદિયો કમારાએ કર્યું. વિરોધનું કારણ સ્પષ્ટ નથી પરંતુ સ્થાનિક મીડીયા મુજબ આ વિદ્રોહ પગાર વિવાદને લઈને છે.
  Published by:Mrunal Bhojak
  First published: