Home /News /national-international /બસમાં થયો ભયાનક બ્લાસ્ટ, માલીમાં જિહાદીઓએ બસને નિશાન બનાવતા 11ના મોત

બસમાં થયો ભયાનક બ્લાસ્ટ, માલીમાં જિહાદીઓએ બસને નિશાન બનાવતા 11ના મોત

માલીની એક બસમાં બોમ્બ બ્લાસ્ટ થયો

BUS ACCIDENT MALI: માલીમાં એક ભયાનક દુર્ઘટના ઘટી હતી. આ ઘટનામાં 11 લોકોના મોત અને અનેક લોકો ઘાયલ થયા હતા. જેહાદીઓએ એ ઘટનાને અંજામ આપ્યો હતો.

રિપબ્લિક ઓફ માલી: માલીમાં એક ભયાનક દુર્ઘટના ઘટી હતી. આ ઘટનામાં 11 લોકોના મોત થયા હતા. ગુરુવારે બનેલી એક બસમાં વિસ્ફોટની ઘટનામાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 53 લોકો ઇજાગ્ર્સ્ત થયા બાદ તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.



સશસ્ત્ર હિંસક દળો દ્વારા પ્રભાવિત વિસ્તાર

આ ઘટના બસ જ્યારે બંદીયાગરા અને મોપતિનાં ગૌન્ડકા જઇ રહી હતી ત્યારે બની હતી. આ ઘટના જે વિસ્તારમાં બની તે કેટલાક સશસ્ત્ર હિંસક દળો દ્વારા પ્રભાવિત વિસ્તાર હોવાની વિગતો પણ મળી હતી. સ્થાનિક યૂથ એસોસિએશનના એક નેતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મૃતકો સામાન્ય નાગરિકો જ હતા ને અમે તેઓને હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો: મોસ્કોથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બ છે!...શંકાસ્પદ મેસેજથી હડકંપ, તાબડતોબ કરાયુ લેન્ડિંગ

જિહાદી હિંસાનો ભાગ હોવાની શક્યતા

આ ઘટના જિહાદી હિંસાનો ભાગ હોવાની શક્યતા સ્થાનિકો દ્વારા શંકા સેવવામાં આવી છે. ઘટનામાં મૃતકો સામાન્ય નાગરિકો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સશસ્ત્ર સંગઠન દ્વારા એક દશકા કરતા પણ વધારે સમયથી સક્રિય હોવાનું માનવમાં આવી રહ્યું છે. ઉપરાંત હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે તો સેંકડો લોકોએ પોતાના ઘર ગુમાવ્યા છે.
First published:

Tags: Accident News, Bus Blast

विज्ञापन