Home /News /national-international /કોરોનાને કારણે પુરુષોની પ્રજનન ક્ષમતા પર થાય છે અસર! સ્ટડીમાં થયા ચોંકાવનારા ખુલાસા

કોરોનાને કારણે પુરુષોની પ્રજનન ક્ષમતા પર થાય છે અસર! સ્ટડીમાં થયા ચોંકાવનારા ખુલાસા

male fertility and reproductive capacity

કોરોના વાયરસ સંક્રમણની અનેક આડઅસરો સામે આવી છે. ભારતના ડોકટરો દ્વારા આ અંગે એક સ્ટડી કરવામાં આવી છે, જેમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે.

    કોરોના વાયરસ સંક્રમણની અનેક આડઅસરો સામે આવી છે. ભારતના ડોકટરો દ્વારા આ અંગે એક સ્ટડી કરવામાં આવી છે, જેમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. સ્ટડી રિપોર્ટ અનુસાર, કોરોના વાયરસના કારણે પુરુષોની પ્રજનન ક્ષમતા પર અસર થાય છે. કોવિડ-19ના કારણે સીમેનની ગુણવત્તા પર અસર થાય છે, જેના કારણે પુરુષોની પ્રજનન ક્ષમતા પર આડઅસર થાય છે. સ્ટડી દરમિયાન કોરોનાથી સંક્રમિત પુરુષોના સીમેનનું એનાલિસિસ (સ્પર્મ કાઉંટ ટેસ્ટ) કરવામાં આવ્યું, જેમાં કેટલાક ચોંકાવનારા પરિણામ સામે આવ્યા છે. કોરોનાથી સંક્રમિત થયા બાદ સીમેનની ક્વોલિટી પહેલા જેવી રહેતી નથી. આ સ્ટડીમાં સ્પર્મમાં કોરોના વાયરસ અથવા તેના અંશ હોવાના પૂરાવા મળ્યા નથી.

    આ પણ વાંચો: VIDEO: નોળીયાએ નાગણને મારી નાખી, વિયોગમાં તડપી રહેલા નાગે પણ પ્રાણનો ત્યાગ કર્યો

    પટના, દિલ્હી અને મંગલગિરી (આંધ્રપ્રદેશ) AIIMSના નિષ્ણાંતોની ટીમે કોરોનાથી સંક્રમિત પુરુષોની પ્રજનન ક્ષમતા પર સ્ટડી કરી હતી. પટના AIIMSમાં ઓક્ટોબર 2020થી એપ્રિલ 2021 સુધીમાં કોરોનાથી સંક્રમિત અને હોસ્પિટલમાં ભરતી થયેલ 19થી 43 વર્ષના 30 પુરુષો પર સ્ટડી કરવામાં આવી હતી. કોરોના થયો ત્યારબાદ તાત્કાલિક સ્પર્મ કાઉન્ટ ટેસ્ટ કરવામાં આવ્યો છે. અઢી મહિના બાદ તેનું સીમેન લઈને તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તપાસમાં પુરુષોના સીમેનમાં SARS-CoV-2 મળી આવ્યું નથી. પહેલા ટેસ્ટમાં તેના સીમેનની ગુણવત્તા ખૂબ જ નબળી હતી. બીજીવાર સીમેનના સેમ્પલનો ટેસ્ટ કરવામાં આવ્યો, ત્યારે સીમેનની ગુણવત્તા એટલી ખરાબ નહોતી. 3 માપદંડના આધાર પર સ્પર્મની ગુણવત્તા જાણવામાં આવે છે. સ્પર્મની સંખ્યા, સ્પર્મનો શેપ અને સ્પર્મની મૂવમેન્ટ.

    સ્ટડી રિપોર્ટ


    ક્યૂરિયસ જર્નલ ઓફ મેડિકલમાં સ્ટડી રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ અનુસાર પહેલા સેમ્પલમાં 30માંથી 12 (40 ટકા) પુરુષોનું સ્પર્મ કાઉન્ટ ઓછું જોવા મળ્યું છે. 10 સપ્તાહ બાદ બીજી તપાસ કરવામાં આવી હતી, તે સમયે પણ સીમેનની ગુણવત્તા ખૂબ જ નબળી હતી. પહેલા ટેસ્ટમાં 30માંથી 10 પુરુષોનું સીમેન નબળું હતું. મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, સ્ટડીમાં ભાગ લેનાર 30માંથી 26 પુરુષોમાં સીમેનની થિકનેસ, 29 પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ અને 22 પુરુષોમાં સ્પર્મ મૂવમેન્ટ પર અસર થઈ હતી. બીજી વાર તપાસ કરવામાં આવી તે સમયે સીમેનની પરિસ્થિતિમાં સુધારો જોવા મળ્યો હતો. નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, કોરોનાથી સંક્રમિત સીમેનની ગુણવત્તા 10 સપ્તાહ બાદ પણ પહેલાના સ્તર સુધી પહોંચી શકી નથી.

    પુરુષોની પ્રજનન ક્ષમતા પર અસર


    કોરોના સંક્રમણ બાદ પુરુષોની પ્રજનન ક્ષમતા જાણવા માટે વિશ્વના અનેક દેશોમાં સ્ટડી કરવામાં આવ્યું છે. આ વિષય પર ભારતમાં પણ સ્ટડી કરવામાં આવી છે. સ્પર્મ કાઉન્ટ સામાન્ય ના રહેવાને કારણ પ્રજનન ક્ષમતા પર આડઅસર થાય છે. કોરોનાથી સંક્રમિત થયેલ વ્યક્તિઓમાં પ્રજનન ક્ષમતા નબળી જોવા મળી છે. કોરોનાને કારણે સમગ્ર વિશ્વ પર અસર થઈ છે. આ ખતરનાક વાયરસને કારણે અનેક લોકો સંક્રમિત થયા છે અને લાખો લોકોના મૃત્યુ થયા છે.
    First published:

    Tags: Ccoronavirus

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन