માલદીવે ફરી નિભાવી ભારતની દોસ્તી, SAARC સમિટ પર પાકિસ્તાનના ઈરાદા પર પાણી ફેરવું દીધું

News18 Gujarati
Updated: September 26, 2020, 1:18 PM IST
માલદીવે ફરી નિભાવી ભારતની દોસ્તી, SAARC સમિટ પર પાકિસ્તાનના ઈરાદા પર પાણી ફેરવું દીધું
માલદીવના રાષ્ટ્રપ્રમુખ ઇબ્રાહિમ મોહમ્મદ સોહિલ સાથે પીએમ મોદી (news18 english via Reuters)

SAARC વિદેશ મંત્રીઓની બેઠકમાં પાકિસ્તાને ફરી એકવાર સાર્ક સમિટ શરૂ કરવાની વાત કરી હતી, આ અંગે માલદીવના હસ્તક્ષેપ બાદ ફરીથી તેના પર રોક લગાવી દેવામાં આવી છે.

  • Share this:
નવી દિલ્હી: માલદીવે (Maldives) ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે ભારત (India)નું ખૂબ જ નજીકનું મિત્ર છે. આ વર્ષની શરૂઆતમાં માલદીવે આઈઓસીમાં ભારતનો સાથ આપ્યો હતો. હવે માલદીવે સાર્ક દેશો (SAARC countries)ની બેઠકમાં પાકિસ્તાન (Pakistan)ના ઈરાદાઓ પર પાણી ફેરવી દીધું છે. SAARC (South Asian Association for Regional Cooperation) વિદેશ મંત્રીઓની બેઠકમાં પાકિસ્તાને ફરી એકવાર સાર્ક સમિટ શરૂ કરવાની વાત કરી હતી. આ અંગે માલદીવના હસ્તક્ષેપ બાદ ફરીથી તેના પર રોક લગાવી દેવામાં આવી છે. હકીકતમાં આ સમિટ 2016માં ઇસ્લામાબાદ (Islamabad)માં થવાની હતી, પરંતુ ત્યારથી અત્યારસુધી તેના પર રોક લગાવવામાં આવી છે.

માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે કહ્યુ કે, આ સમય પાકિસ્તાન SAARC સમિટની યજમાની કરે તેવો નથી. શાહિદે કહ્યુ કે હાલ આખી દુનિયા કોરોના સામે જંગ લડી રહી છે. આ સમયે આવી સમિટ વિશે ચર્ચા કરવી યોગ્ય નથી. માલદીવે સાર્ક સમિટ પર સવાલ ઉઠાવ્યા બાદ પાકિસ્તાનની યજમાનીના પ્રસ્તાવ પર સહમતિ બની ન હતી. આથી ફરી એક વખતે પાકિસ્તાનનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો.

આ પણ વાંચો: મોટા સમાચાર! હવે વીજળીનું સ્માર્ટ મીટર લગાવવું બનશે જરૂરી, આવી રહ્યા છે નવા નિયમ

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન વર્ષ 2016થી ઇસ્લામાબાદ ખાતે સાર્ક સમિટનું આયોજન થાય તેવા પ્રયાસ કરી રહ્યું છે. જોકે, દર વખતે ભારતના વિરોધને કારણે પાકિસ્તાનના સફળ નથી થઈ રહ્યું. હકીકતમાં 2016 પછી ભારતમાં ઉરી, પઠાનકોટ અને પુલવામા જેવા આતંકી હુમલા થયા છે. જે બાદમાં ભારતે પાકિસ્તાન સાથે તમામ પ્રકારના સંબંધ તોડી નાખ્યા છે. આ ઉપરાંત ભારત સતત પાકિસ્તાનમાં પ્રસ્તાવિત સમિટનો બહિષ્કાર કરતું આવ્યું છે.

આ પણ વાંચો: સરકારે કરોડો લોકોના હિતમાં લીધો મોટો નિર્ણય, National Pension Systemના નિયમ બદલ્યાં

ઓઆઈસીમાં માલદીવે નિભાવ્યો હતો ભારતનો સાથમે મહિનામાં સંયુક્ત રાષ્ટ્રમાં ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો-ઓપરેશન (OIC)ની વર્ચ્યુઅલ મીટિંગ યોજાઈ હતી. આ બેઠકમાં પાકિસ્તાને આરોપ લગાવ્યો હતુ કે ભારતમાં ઈસ્લામ ફોબિયા ફેલાવવામાં આવી રહ્યો છે. જે બાદમાં પાકિસ્તાનના આરોપોનો માલદીવે જડબાતોડ જવાબ આપ્યો હતો. માલદીવે કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પર કેટલાક લોકોની હરકતોને130 કરોડ ભારતીયોના મત ન સમજી શકાય.
Published by: Vinod Zankhaliya
First published: September 26, 2020, 1:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading