Home /News /national-international /મલેશિયાની ફર્સ્ટ લેડીએ ઈમરાનને કહ્યું- શું હું તમારો હાથ પકડી શકું?

મલેશિયાની ફર્સ્ટ લેડીએ ઈમરાનને કહ્યું- શું હું તમારો હાથ પકડી શકું?

ફોટો પડાવતા પહેલા મલેશિયન ફર્સ્ટ લેડીએ ઈમરાન ખાનનો હાથ પકડવા વિનંતી કરી.

મલેશિયાની ફર્સ્ટ લેડીની વાત સાંભળી ઈમરાન હસી પડ્યાં, હાથમાં હાથ રાખીને પડાવ્યો ફોટો

મલેશિયા: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની મહિલા પ્રશંસકોની સંખ્યા સતત વધી રહી છે. તેનું તાજેતરનું ઉદારણ ત્યારે જોવા મળ્યું જ્યારે મલેશિયાની ફર્સ્ટ લેડી સિતી હસ્મા મોહમ્મદ અલીએ ઈમરાન ખાનનો હાથ પકડવા માટે તેમની મંજૂરી માંગી. આ પ્રસંગનો વીડિયો ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

મૂળે, પાક પીએમ મંગળવારે મલેશિયાના બે દિવસના પ્રવાસે પહોંચ્યા હતા. આ દરમિયાન સિતી હસ્માએ ઈમરાન ખાનની સાથે ફોટો ખેંચાવવા માટે તેમની મંજૂરી માંગી અને કહ્યું કે શું હું તમારો હાથ પકડી શકું.

ન્યૂઝ18 મુજબ સિતી હસ્માની આ વાત પર ઈમરાન હસતાં નજરે પડ્યા અને તેઓએ કહ્યું કે, જી બિલકુલ. આ દરમિયાન ત્યાં ઉપસ્થિત તમામ લોકો હસી પડ્યા. મળતી જાણકારી મુજબ, આ મુલાકાત દરમિયાન ઈમરાન આર્થિક સહાયની માંગ કરી શકે છે જેના દ્વારા પૈસાની તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાનને રાહત મળી શકે.

પાક મીડિયા મુજબ, ઈમરાન ખાનના પ્રવાસ પર તેમની સાથે વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી, નાણા મંત્રી અસદ ઉમર, સૂચના મંત્રી ફવાદ ચૌધરી અને નાણાકિય સલાહકાર અબ્દુલ રજાક દાઉદ પણ ગયા છે.

ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખાને ઓગસ્ટમાં જ પાકિસ્તાનના વડાપ્રધાનનું પદ સંભાળ્યું છે. તે પહેલા તેઓ દુનિયાના લોકપ્રિય પાકિસ્તાની ક્રિકેટર રહી ચૂક્યા છે. વડાપ્રધાન બન્યા બાદ ઈમરાન ખાનની મલેશિયાની આ પહેલી દ્વિપક્ષીય યાત્રા છે.
First published:

Tags: Imran Khan, Malaysia, Pakistan PM, પાકિસ્તાન, વાયરલ વીડિયો