મલેશિયા ભારત જેવી ‘આધારકાર્ડ’ સિસ્ટમ શરૂ કરવા માંગે છે

(પ્રતિકાત્મક તસવીર)

આધાર કાર્ડ સિસ્ટમ સમજવા માટે મલેશિયાનું એક પ્રતિનિધીમંડળ ભારત દેશની મુલાકાતે આવ્યું હતું.

 • Share this:
  ભારતમાં જેમ આધારકાર્ડ સિસ્ટમ બનાવવામાં આવી છે એવી જ રીતે મલેશિયા તેના દેશમાં આવી સિસ્ટમ ઉભી કરવા માંગે છે અને ગરીબ માણસો માટે વિવિધ યોજનાને લોકો સુંધી પહોંચાડવાની પદ્ધતિમાં બદલાવ લાવવા માંગે છે. આધાર કાર્ડ સિસ્ટમ દ્વારા ભ્રષ્ટાચાર દૂર કરવા માંગે છે.

  મે મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોંદીએ મલેશિયાની મુલાકાત લીધી હતી અને આધાર કાર્ડ જેવી સિસ્ટિમ મલેશિયામાં ઉભા કરવા માટે ભારત મદદ કરશે તેવી ખાતરી આપી હતી.

  આ પ્રોજેક્ટનાં ભાગરૂપે મલેશિયાનું એક પ્રતિનિધીમંડળ ભારત દેશનાં પ્રવાસે આવ્યું હતું અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, નાણા મંત્રાલય, માનવ સંશાધન મંત્રાલય વગેરેની મુલાકાત લીધી હતી.

  આ મુલાકાત દરમિયાન, મલેશિયાનાં પ્રતિનિધીઓ દ્વારા એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે, ભારતમાં જે આધારકાર્ડ સિસ્ટમ ઉભી કરવામાં આવી છે તે સિસ્ટમ મલેશિયા અપનાવી શકે કે નહીં.

  મલેશિયાનાં પ્રતિનિધીઓએ કહ્યું કે, મલેશિયામાં આ નવી સિસ્ટમનો વિરોધ ન થાય અને બધાને અનુકૂળ આવે તેવી સિસ્ટમ અપનાવવા માટે વિચારણા કરવામાં આવશે અને આધારકાર્ડને બેંક કાર્ડ સાથે પણ જોડવામાં આવશે. મલેશિયા દેશમાં નાગિરકોની માહિતી સાથેનાં આઇડેન્ટિટી કાર્ડ વર્ષોથી અમલમાં છે જ. એટલે, લોકો તેનો  વિરોધ કરે તેવી કોઇ શક્યતાઓ નથી. મલેશિયામાં ગરીબો અને જરૂરિયાતમંદો માટે જે યોજનાઓ છે તે પારદર્શક્તાથી અમલમાં મુકાય તે માટે નવી સિસ્ટમ અમલમાં મુકવા માંગે છે. મલેશિયા તેના દેશમાં ડિલીવરી સિસ્ટમને કેસલેસ બનાવવા માંગે છે.
  Published by:Vijaysinh Parmar
  First published: