Home /News /national-international /

પત્ની જીદ કરે તો પતિ 3 દિવસ તેની સાથે ના ઊંઘે, પીટાઇ પણ કરો, મલેશિયાના મંત્રીનું અજીબ નિવેદન

પત્ની જીદ કરે તો પતિ 3 દિવસ તેની સાથે ના ઊંઘે, પીટાઇ પણ કરો, મલેશિયાના મંત્રીનું અજીબ નિવેદન

ઉપ મંત્રી સિતી જૈલા મોહમ્મદ યુસોફે પોતાના એક વીડિયો સંદેશમાં (Siti Zailah Mohd Yusof video message)કેટલાક વિચાર રાખ્યા છે

Malaysia news - સોશિયલ મીડિયામાં પણ આ નિવેદન પછી હડકંપ મચી ગયો છે. દેશ અને દુનિયાભરના સંગઠનો આ નિવેદનની ટિકા કરી રહ્યા છે

    નવી દિલ્હી : મલેશિયાની (Malaysia)એક મહિલા મંત્રીએ કહ્યું કે જો પત્ની જિદ પર અડી રહે છે અને અભદ્ર વ્યવહાર કરે છે તો પતિએ તેની પીટાઇ કરવી જોઈએ. પુરુષોએ આવું કરવું જોઈએ જેથી પત્નીને અનુશાસિત કરી શકાય. આવું વિવાદાસ્પદ નિવેદન કરનાર સિતી જૈલા મોહમ્મદ યુસોફ (Siti Zailah Mohd Yusof)મલેશિયાના મહિલા, પરિવાર અને સામુદાયિક વિકાસના ઉપમંત્રી છે. તેમણે બીજી પણ વિવાદિત સલાહ આપી છે. પોતાના નિવેદનનો કારણે દેશ-દુનિયામાં ચર્ચામાં છે. એક વખત તેમણે કહ્યું હતું કે મહિલાઓએ પોતાની સાથે મારપીટ કરનાર પતિઓને ક્ષમા કરી દેવી જોઈએ.

    ઉપ મંત્રી સિતી જૈલા મોહમ્મદ યુસોફે પોતાના એક વીડિયો સંદેશમાં (Siti Zailah Mohd Yusof video message)કેટલાક વિચાર રાખ્યા છે. ડેલી મેલના એક રિપોર્ટ પ્રમાણે તેમણે પુરુષોને કહ્યું કે તે પોતાની પત્નીઓને અનુશાસિત કરે. જો પત્ની સલાહ ના માને તો તેની સાથે ત્રણ દિવસ સુધી ના ઊંઘો. અલગ ઊંઘ્યા પછી પણ તે પોતાના વ્યવહાર ના બદલે તો કડકાઇ દેખાડો અને પત્નીની પીટાઇ કરો. તેમણે કહ્યું કે પુરુષોના આ સખત વ્યવહારથી પત્નીને ખબર પડશે કે તેનો પતિ કેટલો કડક છે અને તે પોતાની પત્ની સાથે શું ફેરફાર ઇચ્છે છે. મહિલાઓને પોતાના પતિઓના દિલ જીતવાની સલાહ પણ આપી છે.

    આ પણ વાંચો - દીકરીની જીદ સામે હારી ગયા પિતા, મુસ્લિમ યુવતી 8000 કિમી દૂરથી પોતાનો પ્રેમ મેળવવા માટે ભારત આવી

    તેમણે કહ્યું કે જો મહિલાઓ પોતાના પતિનું દિલ જીતવા માંગે છે તો મહિલાઓને પતિની મંજૂરી મળવા પર જ કશું કહેવું જોઈએ. આ સાથે મંત્રીએ સલાહ આપી છે કે પતિઓ સાથે ત્યારે જ વાત કરવી જોઈએ જ્યારે તે શાંત હોય, ખાવાનું ખાઇ ચૂક્યા હોય અને પ્રાર્થના કરી ચૂક્યા હો. તેમણે કહ્યું કે પત્નીએ જ્યારે બોલવું હોય તો પહેલા તેણે પોતાની પતિની મંજૂરી લેવી જોઈએ અને પછી કાંઇક કહેવું જોઈએ.

    મલેશિયાના મંત્રી સિતી જૈલા મોહમ્મદ યુસોફના આ વીડિયો સંદેશે સરકારની મુશ્કેલી વધારી દીધી છે. સોશિયલ મીડિયામાં પણ આ નિવેદન પછી હડકંપ મચી ગયો છે. દેશ અને દુનિયાભરના સંગઠનો આ નિવેદનની ટિકા કરી રહ્યા છે. ઘણા લોકો અને સંસ્થાઓએ મંત્રીના રાજીનામાની માંગણી કરી છે. લોકોએ કહ્યું કે આ મંત્રી પુરુષોને ભડકાવી રહ્યા છે અને ઘરેલું હિંસાને પ્રોત્સાહન આપી રહ્યા છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Malaysia, World

    આગામી સમાચાર