Home /News /national-international /VIDEO: પાકિસ્તાનમાં રમઝાનમાં એક દિવસ નીકાળવો મુશ્કેલ બન્યો, લોટ માટે પબ્લિકમાં લૂંટફાટ

VIDEO: પાકિસ્તાનમાં રમઝાનમાં એક દિવસ નીકાળવો મુશ્કેલ બન્યો, લોટ માટે પબ્લિકમાં લૂંટફાટ

સેંકડો લોકો મીની ટ્રકમાંથી લોટની બોરીઓ ઉપાડવા માટે સંઘર્ષ કરતા જોવા મળે છે. (Screengrab)

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ (Viral Video) થઈ રહ્યો છે જેમાં ભીડ લોટની બોરીઓ માટે એકબીજા સાથે ઝપાઝપી કરતા જોઈ શકાય છે.

ઈસ્લામાબાદ: રમઝાન મહિનામાં પણ પાકિસ્તાનના લોકોને લોટના સંકટ (Flour Crisis)માંથી રાહત નથી મળી રહી. આર્થિક સંકટથી ઘેરાયેલો પાડોશી દેશ આ દિવસોમાં લોટની અછતથી પરેશાન છે. પાકિસ્તાન (Pakistan) જે ગંભીર નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યું છે તે જોતાં દેશમાં દરેક વ્યક્તિ તહેવારને સંપૂર્ણ રીતે ઉજવવામાં સક્ષમ નથી. ડોન ન્યૂઝ અનુસાર, ખાદ્ય ઉત્પાદનોમાં ફુગાવો (Inflation) ગ્રામીણ વિસ્તારોમાં વધીને 47% થયો છે. જ્યારે શહેરી વિસ્તારોમાં તે 41.9% નોંધાયો છે.

હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ (Viral Video) થઈ રહ્યો છે જેમાં ભીડ લોટની બોરીઓ માટે એકબીજા સાથે ઝપાઝપી કરતા જોઈ શકાય છે. પાકિસ્તાની પત્રકાર મોહમ્મદ ફહીમે શેર કરેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે લોકો દસ કિલોની લોટની બોરી માટે એકબીજા સાથે લડી રહ્યા છે.



સેંકડો લોકો મીની ટ્રકમાંથી લોટની બોરીઓ ઉપાડવા માટે સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે લોટને લઈને પાકિસ્તાનમાં હંગામો કોય તે કોઇ નવી વાત નથી. આ પહેલા પણ પાકિસ્તાનમાં લોટને લઈને કેટલાય કિલોમીટર લાંબી લાઈન જોવા મળી હતી.

આ પણ વાંચો: અમિષા પટેલે પહેલા મોઢું સંતાડ્યું પછી સ્વિમિંગપૂલની બહાર કરાવ્યું હોટ ફોટોશૂટ

પાકિસ્તાનના કેપી રાજ્યના ભૂતપૂર્વ નાણા મંત્રી તૈમુર ખાને વીડિયો શેર કર્યો હતો. તમને જણાવી દઈએ કે ગત રમઝાનની સરખામણીએ દેશના વિવિધ વિસ્તારોમાં લોટની 20 કિલોની થેલીની કિંમત 800-1,500 રૂપિયાથી વધીને 1,295-3,100 રૂપિયા થઈ ગઈ છે. પાંચ અને દસ કિલો બ્રાન્ડેડ ફાઈન લોટની થેલીઓની કિંમત ગયા વર્ષની સરખામણીમાં આજે 80-90% વધી છે, જે અનુક્રમે રૂ. 820-870 અને રૂ. 1,600 હતી.
First published:

Tags: Financial crisis, Latest viral video, Pakistan news