વડાપ્રધાન મોદીજી, ક્યારેક કૉંગ્રેસની પણ સલાહ લઈ લો : કપિલ સિબ્બલ

કપિલ સિબ્બલ (ફાઇલ તસવીર)

કપિલ સિબ્બલે કહ્યું કે, "વડાપ્રધાન આત્મનિર્ભર થવાની વાત કરે છે. ભારત આત્મનિર્ભર કેવી રીતે થશે? આપણે તો બહારની કંપનીઓ પર નિર્ભર છીએ."

  • Share this:
    નવી દિલ્હી : કૉંગ્રેસ પાર્ટી (Indian National Congress)એ શુક્રવારે કેન્દ્ર સરકાર (Central Government)ને આગ્રહ કર્યો હતો કે કોરોના વાયરસના સંકટથી લડવા માટે રાષ્ટ્રીય સ્તરે યોજના બનાવવામાં આવે. પાર્ટીના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે (Kapil Sibal) કહ્યું કે લૉકડાઉનના સમયમાં 'અર્થવ્યવસ્થા લૉકઆઉટ' થઈ ગઈ છે. આથી સરકાર વધારે પગલાં લેવાની જરૂર છે.

    અમારી પણ સલાહ દો

    કપિલ સિબ્બલે વીડિયો લીંકના માધ્યમથી પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યુ કે, "વડાપ્રધાન જી, તમે સલાહ આપો, પરંતુ ક્યારેક ક્યારેક કૉંગ્રેસ પાર્ટીની સલાહ પણ લઈ લો." કૉંગ્રેસ નેતાના જણાવ્યા પ્રમાણે કોવિડ 19 પછી નવું હિન્દુસ્તાન બનાવવાનું છે. આપણે બધા સાથે મળીને આગળ વધીશું. એ મુદ્દા પર ધ્યાન આપો જે દેશને આગળ વધારશે. જેમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય મહત્વપૂર્ણ છે. વડાપ્રધાન જણાવે કે આના પર તેમની શું યોજના છે.

    પેટ્રોલ-ડીઝલનો ફાયદો લોકોને ક્યારે?

    કપિલ સિબ્બલે કહ્યું કે, "વડાપ્રધાન આત્મનિર્ભર થવાની વાત કરે છે. ભારત આત્મનિર્ભર કેવી રીતે થશે? આપણે તો બહારની કંપનીઓ પર નિર્ભર છીએ. મોટાભાગની કંપનીઓ તો બહાર છે. કાચા તેલની કિંમત 20 ડોલર સુધી આવી ગઈ છે, પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવ ત્યાંને ત્યાં છે. તમે આનો ફાયદો લોકોને કેમ નથી આપી રહ્યા?" સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું રોકવાનો ઉલ્લેખ કરતા તેમણે સવાલ ઉઠાવ્યો કે આવું પગલું કેમ ભર્યું?

    આ પણ વાંચો :  લૉકડાઉન : રાજ્યમાં રવિવારથી શરતોને આધીન દુકાનો ખોલવાની છૂટ, મંજૂરી લેવાની પણ જરૂર નહીં



    રાષ્ટ્રીય યોજના બનાવવામાં આવે

    તેમણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005નો હવાલો આપીને કહ્યું કે, "આ કાયદા અંતર્ગત એક રાષ્ટ્રીય ઑથોરિટી હોય છે, જેમાં નવ સભ્યો હોય છે, જેની અધ્યક્ષતા વડાપ્રધાન કરે છે. આ અંતર્ગત એક યોજના બનાવવાની હોય છે. અમારી સલાહ છે કે ઝડપથી એક યોજના બનાવવામાં આવે."

    તેમણે મૂડીઝ અને અમુક આંતરરાષ્ટ્રીય એજન્સીઓ તરફથી જણાવવામાં આવેલા સંભાવનાનો હવાલો આપીને જણાવ્યું હતું કે, "મને લાગે છે કે ભારતનો વિકાસદર નકારાત્મક રહેશે. આ સ્થિતિ માટે વડાપ્રધાન અને સરકારે તૈયાર રહેવું જોઈએ."
    Published by:Vinod Zankhaliya
    First published: