Home /News /national-international /હવે આપવો પડી શકે છે લગ્નમાં ખર્ચ કરેલી પાઈ-પાઈનો હિસાબ!

હવે આપવો પડી શકે છે લગ્નમાં ખર્ચ કરેલી પાઈ-પાઈનો હિસાબ!

    જો કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટની સલાહ માની તો, ટુંક સમયમાં લગ્નમાં થયેલા કુલ ખર્ચા-પાણીનો પાઈ-પાઈનો હિસાબ આપવો પડશે. સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું છે કે, તે પરિવારોમાં લગ્ન પાછળ થયેલા ખર્ચાનો પણ ખુલાસો કરવાનું ફરજિયાત કરવા પર વિચાર કરે.

    દહેજના લેવડ-દેવડ પર લાગશે લગામ
    કોર્ટના જણાવ્યા અનુસાર, વર અને વધૂ બંને પક્ષ દ્વારા લગ્ન સાથે જોડાયેલા ખર્ચાઓ મેરેજ ઓફિસરને બતાવવા ફરજિયાત કરી દેવા જોઈએ. સરકારે આને માટે નિયમ-કાયદો બનાવવા માટે સંશોધન પર વિચાર કરવો જોઈએ. સુપ્રિમ કોર્ટે કહ્યું કે, આ પગલાથી દહેજની લેવડ દેવડ પર લગામ લાગી શકે છે. સાથે દહેજના નામે કરવામાં આવતી નકલી ફરિયાદો પણ ઓછી થશે.

    અનિવાર્ય કરવા પર સરકાર કરશે વિચાર
    કોર્ટે કહ્યું કે, લગ્ન માટે નક્કી કરવામાં આવેલ ખર્ચમાંથી એક ભાગ પત્નીના બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવી શકે છે, જેથી ભવિષ્યમાં જરૂરત પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય. કોર્ટે કહ્યું કે, આને અનિવાર્ય કરવા પર પણ સરકાર વિચાર કરી શકે છે.

    કયા સંદર્ભમાં કોર્ટે આપી આ સલાહ
    તમને જણાવી દઈએ કે, લગ્ન સાથે જોડાયેલ એક વિવાદ પર કોર્ટ સુનાવણી કરી રહી હતી, ત્યારે તેમે કેન્દ્ર સરકારને આ સલાહ આપી. આ મામલામાં પીડિત પત્નીએ પતિ અને તેના પરિવાર પર કેટલીએ પ્રકારના આરોપ લગાવ્યા. જ્યારે પતિ પક્ષે આ તમામ આરોપોનો અસ્વિકાર કર્યો અને કહ્યું કે, અમે દહેજ લીધુ જ નથી. પતિ-પત્ની વચ્ચેના કેસમાં દહેજનો મામલો સામે આવતો હોય છે. જેથી એવી કોઈ વ્યવસ્થા હોવી જોઈએ, જેના દ્વારા સાચુ-જુઠુ સામે લાવવા માટે વધારેમાં વધારે મદદ મળે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Asks, Compulsory, Govt, Make, Supreme Court

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन