‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું સુપ્રીમમાં સોગંધનામું

News18 Gujarati
Updated: September 20, 2020, 1:46 PM IST
‘તમામ ન્યૂઝ ચેનલોને અમારા નિર્દેશોનું પાલન કરવા માટે બાધ્ય કરો’, NBAનું સુપ્રીમમાં સોગંધનામું
સુદર્શન ટીવીના વિવાદાસ્પદ કાર્યક્રમનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા બાદ ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશને કર્યું સોગંધનામું

સુદર્શન ટીવીના વિવાદાસ્પદ કાર્યક્રમનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા બાદ ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશને કર્યું સોગંધનામું

  • Share this:
 ઉત્કર્ષ આનંદ: ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશન (News એનબીએસએ) એ સુપ્રીમ કોર્ટ (Supreme Court)ને વિનંતી કરી છે કે તેને સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવે જેથી તમામ ન્યૂઝ ચેનલો, સભ્યો તેમના દ્વારા આપવામાં આવેલા દિશા-નિર્દેશોનું પાલન કરવાની ફરજથી બંધાય અને દંડ માટે જવાબદાર રહે. એસોસિએશને એવી પણ દલીલ કરી છે કે સરકાર દ્વારા કોઈ સમાચાર ચેનલને પ્રસારણની મંજૂરી આપવા માટે તેના સ્વ-નિયામબ તંત્ર માટે સામર્થ્ય હોવું જોઈએ.

સુપ્રીમ કોર્ટમાં પોતાનું સોગંધનામું સોંપતા NBSAએ એવી પદ્ધતિઓની ભલામણ કરી છે જેમાં ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ સ્ટાન્ડર્ડ એસોસિએશન (NBSA) સ્વ-નિયામક તંત્રને મજબૂત કરવામાં આવી શકે છે. NBSA હાલમાં સેવાનિવૃત્ત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એકે સીકરીના નેતૃત્વમાં કાર્યરત છે.

આ સોગંધનામું સુદર્શન ટીવી દ્વારા મુસ્લિમોની સિવિલ સર્વિસમાં એન્ટ્રીને લઈને તૈયાર કરવામાં આવેલા કાર્યક્રમના વિવાદનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા બકાદ આપ્યું છે.

શુક્રવારે આ કેસની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટની બેન્ચનું નેતૃત્વ કરતાં જસ્ટિસ ડીયા ચંદ્રચૂડે NBA થી કેટલીક ભલામણો માંગી હતી જેથી આ ટીવી ચેનલોની વિરુદ્ધ કાર્યક્રમ કોડનું ઉલ્લંઘન કરવા કે ખરાબ ગુણવત્તાના કાર્યક્રમો પ્રસારિત કરવા સામે કાર્યવાહી કરી શકે.

NBAએ પોતાના સોગંધનામામાં કહ્યું છે કે, તેની આચારસંહિતાને માત્ર ટીવી નિયમો હેઠળ પ્રોગ્રામ કોડનો હિસ્સો બનાવીને કાયદાકિય માન્યતા પ્રદાન કરવી જોઈએ જેથી કોડ તમામ ચેનલોને બાધ્ય રહે.

તેમાં કહેવામાં આવ્યું છે કે, ગમે તે ચેનલ કેમ ન હોય, તે NBAની સભ્ય હોય કે ન હોય, સપ્રીમ કોર્ટને નિયામક બોડીને અધિકૃત કરવી જોઈએ જેની પાસે સત્તા હોય કે જે પણ ટીવી ચેનલની વિરુદ્ધ ફરિયાદ હોય તેની પર કાર્યવાહી કરે અને યોગ્ય આદેશ જાહેર કરે.આ પણ વાંચો, Agri Bill 2020: મોદી સરકારના કૃષિ કાયદામાં એવું શું છે જેનો ખેડૂતો કરી રહ્યા છે વિરોધ

NBAએ કહ્યું કે, તંત્ર હેઠળ હાલ પ્રવર્તમાન દંડની જોગવાઈને સુપ્રીમ કોર્ટના આદેશથી વધુ આકરી બનાવી શકાય છે.

સોગંધનામામાં કહેવામાં આવ્યું છે કે, NBSAનું માળખું નવી ચેનલો માટે અપલિકિંગ/ડાઉનલિન્કિંગની મંજૂરી માટેની શરતો તૈયાર કરે. અને જો કોઈ પણ ન્યૂજ બ્રોડકાસ્ટરની વિરુદ્ધ આપવામાં આવેલા આદેશોને મંત્રાલય દ્વારા આ પ્રકારની મંજૂરીના અનુદાન અને નવીનીકરણના સમયે માનવામાં આવી શકે છે.

આ પણ વાંચો, COVID-19ના કારણે દુનિયાભરમાં ઘટી જશે લોકોની સરેરાશ ઉંમર, શોધમાં દાવો

આ અગાઉ, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે એવી માહિતી માંગી હતી કે તેઓ ન્યૂઝ ચેનલો માટે સ્વ-નિયામક તંત્રને સશક્ત કરવાના ઈરાદો રાખે છે કે નહીં. એક વિશેષ સમુદાયને લક્ષિત વિભાજનકારી ટીપ્પણીઓને ક્યારેય ચલાવી ન લેવાય.

સુદર્શન ટીવી જેની સામે વિવાદસ્પદ શૉના હવે પછી ટેલિકાસ્ટ થનારા એપિસોડ સામે મનાઈ હુકમ છે, તેમને કહેવામાં આવ્યું છે કે કાર્યક્રમમાં પ્રસ્તાવિત ફેરફારો વિશે કોર્ટને માહિતગાર કરવામાં આવે જેથી શૉને ફરી શરૂ કરી શકાય. સુપ્રીમ કોર્ટ આ મામલે સોમવારે સુનાવણી કરશે.
Published by: Mrunal Bhojak
First published: September 20, 2020, 1:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading