ભારત દેશમાં મોટાભાગનાં લોકો એવું માને છે કે, દેશના નેતાઓ જ જનતાને ગેરમાર્ગે દોરે છે. તાજેતરમાં થયેલા એ સર્વેમાં આ વિગતો બહાર આવી છે.
આઇપીએસઓએસ (Ipsos) સંસ્થા દ્વારા દેશમાં 19,000 ઉત્તરદ્દાતાઓને આ વિશે પુછવામાં આવ્યુ હતું અને આ સર્વેના તારણોમાં મોટાભાગના નાગરિકોએ એવું જણાવ્યુ કે, દેશમાં નેતાઓ જ જનતાને ગેરમાર્ગે દોરે છે. સર્વેમાં 57 ટકા લોકોએ નેતાઓ પર દોષનો ટોપલો ઢોળ્યો છે. 47 ટકા લોકો એવું માને છે કે, મીડિયા લોકોને ગેરમાર્ગે દોરે છે જ્યારે 44 ટકા લોકો એવુ માને છે કે સોશિયલ મીડિયાને કારણે લોકોની આ પરિસ્થિતિ છે.
આ સર્વેમાં લોકોને ફેક ન્યૂઝ વિશે પણ પુછરવામાં આવ્યુ હતુ. જેમાં લોકોએ જણાવ્યુ કે, તેઓ નિયમીત રીતે ફેક ન્યૂઝ વાંચે છે અને આમાંથી 50 ટકાથી લોકો આ ફેક ન્યૂઝને પ્રથમ દ્રષ્ટિએ સાચા માની લે છે. પણ પાછળથી તેમને ખ્યાલ આવે છે કે, એ ફેક ન્યૂઝ હતા. ખોટા હતા.
72 ટકા લોકો એવું માને છે કે, મીડિયા દ્વારા જે સમાચાર દર્શાવવામાં આવે છે તે ખોટા હોય છે. 55 ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યુ કે, પ્રથમ દ્રષ્ટિએ વાંચવામાં આવતી સ્ટોરી સાચી માની છે પણ પછીથી તે ખોટી સાબિત થાય છે.
આ સર્વેમાં લોકોએ ફેક ન્યૂઝ વિશે પણ અલગ અલગ મંતવ્યો આપ્યા હતા. 55 ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યુ કે, મીડિયા અને રાજકારણીએ તેમને અનુકૂળ હોય તેવી સ્ટોરી પર પકડે છે અને ફેલાવે છે.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર