જમ્મુ-કાશ્મીરમાં ફરી પુલવામા હુમલા જેવું કાવતરું, સેનાએ ડિફ્યૂઝ કર્યો IED

News18 Gujarati
Updated: May 28, 2020, 10:37 AM IST
જમ્મુ-કાશ્મીરમાં ફરી પુલવામા હુમલા જેવું કાવતરું, સેનાએ ડિફ્યૂઝ કર્યો IED
બ્લાસ્ટ થયેલી ગાડીની તસવીરો

જાણકારી મુજબ સફેદ રંગની સેન્ટ્રો કારમાં ટૂ વ્હીલરની નંબર પ્લેટ લગાવવામાં આવી હતી.

  • Share this:
જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)માં ગુરુવારે પુલવામા (Pulwama Attack) જેવા આંતકી હુમલાના કાવતરાને નિષ્ફળ કરવામાં આવ્યું. સમાચાર એજન્સી PTIની ખબર મુજબ પુલવામા પાસે એક સેન્ટ્રો ગાડીમાં IED (ઇપ્રોવાઇઝ્ડ એક્સ્પ્લોસિવ ડિવાઇસ) પ્લાન્ટ કરવામાં આવી હતી. પણ સુરક્ષાદળોએ તેને સમય રહેતા જ ડિફ્યૂઝ કર્યો હતો. જે પછી સુરક્ષાબળ દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

પોલિસના કહેવા મુજબ કાર પર ફેક રજિસ્ટ્રેશન નંબર લાગ્યો હતો. તેવામાં પોલીસે જેવી જ કાર રોકવાનો પ્રયાસ કર્યો ચાલકે કાર ભગાવવા લાગી. પણ સુરક્ષાદળોએ ગાડીઓ પર ગોળી ચલાવી. અને ડ્રાઇવર ગાડી છોડી ભાગવામાં સફળ રહ્યો. પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે જણાવ્યું કે હુમલાને લઇને ગુપ્ત માહિતી મળી હતી. જેના કારણે તંત્ર બુધવારથી જ આ IED વાળી ગાડીની શોધમાં હતું.વિજય કુમાર મુજબ આર્મી, પોલીસ અને અર્ધ સૈનિક દળોના જોઇન્ટ ઓપરેશન દ્વારા આ કામ પાર પાડવામાં આવ્યું હતું. કાર પકડાતા બોમ્બ ડિફ્યૂઝ કરતી ટુકટીની મદદ લઇને IEDને ડિફ્યૂઝ કરવામાં આવ્યો હતો. કારમાં એટલી મોટી માત્રામાં વિસ્ફોટ ભરવામાં આવ્યો હતો કે તેને ઉડાવવા જતા આસપાસના અનેક ઘરોને મોટા પાયે નુક્શાન થયું હતું. સાથે જ ધમાકાનો જોરદાર અવાજ પણ દૂર સુધી સંભળાયો હતો. જાણકારી મુજબ સફેદ રંગની સેન્ટ્રો કારમાં ટૂ વ્હીલરની નંબર પ્લેટ લગાવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરી, 2019ના રોજ આતંકીઓએ સીઆરપીએફના એક કાફલાને નિશાન બનાવ્યો હતો. આતંકીઓએ સીઆરપીએફના કાફલામાં પાસે એક ગાડીને આઈઈડી બ્લાસ્ટથી ઉડાવી દીધી હતી. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા.
First published: May 28, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading