Home /News /national-international /Nashik Train Accident: નાસિક પાસે મોટી ટ્રેન દુર્ઘટના, પવન એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, હેલ્પલાઈન નંબર જાહેર

Nashik Train Accident: નાસિક પાસે મોટી ટ્રેન દુર્ઘટના, પવન એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, હેલ્પલાઈન નંબર જાહેર

અકસ્માત બાદ મુસાફરો પરેશાન. (ફોટો સૌજન્ય ANI)

મહારાષ્ટ્ર ( Maharashtra)માં એક મોટો ટ્રેન અકસ્માત (Train Accident) થયો છે. આ અકસ્માત નાશિક પાસે થયો હતો. મળતી માહિતી મુજબ રવિવારે બપોરે નાશિક નજીક લોકમાન્ય તિલક-જયનગર એક્સપ્રેસ (LTT Jaynagar Express) (Pawan Express) ટ્રેનના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. રેલવેએ આ જાણકારી આપી છે. રેલવેએ કહ્યું કે આ અકસ્માતમાં કોઈના મૃત્યુ કે કોઈ વ્યક્તિને ગંભીર ઈજા થવાના સમાચાર નથી. આ ટ્રેન બિહાર જઈ રહી હતી.

પવન એક્સપ્રેસનો (Pawan Express Accident) કોચ પાટા પરથી ઉતરી જવાની ઘટના લહવિત અને દેવલાલી સ્ટેશન વચ્ચે બની હતી. રેલવેએ જણાવ્યું કે અકસ્માત રાહત ટ્રેન અને મેડિકલ વાનને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં બે મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ છે, જેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી.



જણાવવામાં આવી રહ્યું છે કે જે જગ્યાએ આ ઘટના બની હતી તે જગ્યાએ પાટા પાસે એક મૃતદેહ મળી આવ્યો છે, પરંતુ રેલવેના જણાવ્યા અનુસાર આ મૃતદેહ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા કોઈ મુસાફરની નથી. ટ્રેન પાટા પરથી ઉતરી ગયા બાદ ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. ઘટના બાદ તરત જ મધ્ય રેલવેએ હેલ્પલાઈન નંબર જારી કર્યો છે.

અકસ્માત બાદ આ ટ્રેનોને રોકી દેવામાં આવી હતી

12617 નિઝામુદ્દીન મંગલા એક્સપ્રેસ, 12071 જાલના જનશતાબ્દી એક્સપ્રેસ, 12188 જબલપુર ગરીબ્રથ11071 વારાણસી એક્સપ્રેસ01027 LTT-ગોરખપુર સમર સ્પેશિયલ. આ ઉપરાંત દિવા-વસઈ થઈને જતી 22221 નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસનો રૂટ બદલવામાં આવ્યો છે.

આ પણ વાંચો - Vadodara Police: વડોદરામાં પોલીસ કોન્સ્ટેબલે નિર્દયતાની હદ વટાવી, બાળકને જાહેરમાં માર મારી અધમૂવો કરી નાખ્યો

પવન એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી કેવી રીતે ઉતર્યા તે અંગેની ચોક્કસ વાત હજુ સામે આવી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં આ ઘટના બની તે પહાડી વિસ્તાર હતો અને ટ્રેન ટર્નિંગ પોઈન્ટ પર હતી. ટર્ન પર આવતાં જ ટ્રેનનું પૈડું પાટા પરથી ઉતરી ગયું અને ત્યારપછી એક પછી એક પાછળની 10 બોગી પાટા પરથી ઉતરતી ગઇ હતી.
First published:

Tags: Indian railways, Nashik, Railway police, Train accident

विज्ञापन