મોટી દુર્ઘટના: 150 રોટલીઓ લઈને વતન માટે નીકળ્યા હતા 20 મજૂર, 16 લોકોની બની અંતિમ સફર

મોટી દુર્ઘટના: 150 રોટલીઓ લઈને વતન માટે નીકળ્યા હતા 20 મજૂર, 16 લોકોની બની અંતિમ સફર
મધ્ય પ્રદેશમાં થયેલા રેલ અકસ્માતની તસવીર જેમાં પાટા પર ઉંઘી રહેલા મજૂરોનાં મોત થયા હતા.

મહારાષ્ટ્રમાં ઔરંગાબાદમાં બદનાપુર-કરમાડ રેલવે સ્ટેશન પાસે શુક્રવારે સવારે એક માલગાડીએ 16 મજૂરોને કચડી નાંખ્યા હતા.

 • Share this:
  ઔરંગાબાદઃ કોરોના વાયરસ (Coronavirus) કહેર અને લોકડાઉનની આફતની સૌથી વધારે અસર ગરીબ મજૂરો ઉપર પડી રહી છે. લોકડાઉન (Lockdown)ના કારણે રોજગાર ઠપ થઈ ગયું છે જેના પગલે લાખોની સંખ્યામાં મજૂરો જ્યાં હતા ત્યાંજ ફસાઈ ગયા છે. આવી સ્થિતિમાં ખાવાના ફાંફાં પડવા લાગ્યા ત્યારે લોકો પગે ચાલીને વતન વાટ પકડી હતી. આશરે 20 મજૂરો મહારાષ્ટ્રથી (Maharashtra) પોતાના વતન પહોંચવાની આશાએ પગે ચાલી નીકળ્યા હતા. પરંતુ આશરે 50 કિલોમિટર દૂર જતા 16 મજૂરોના જીવનની આ છેલ્લી સફર બની ગઈ હતી.

  મહારાષ્ટ્રમાં ઔરંગાબાદમાં બદનાપુર-કરમાડ રેલવે સ્ટેશન પાસે શુક્રવારે સવારે એક માલગાડીએ 16 મજૂરોને કચડી નાંખ્યા હતા. જેમનું ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. મળતી માહિતી પ્રમાણે 20 મજૂરો 150 રોટલીઓ અને એક ટિફિન ચટણી લઈને વતન માટે નીકળ્યા હતા. બદાની ઉંમર 21થી 45 વર્ષ વચ્ચે હતી. પરંતુ જલાના નજીક આશરે 50 કિલોમિટર દૂર ઔરંગાબાદમાં જ્યારે થાકી ગયા હતા તો વિચાર્યું હતું કે થોડો આરામ કરી લઈએ.  આ પણ વાંચોઃ-સુરતમાં કોરોના ભયાનક સપાટીએ! વધુ હોટસ્પોટ જાહેર, 5000થી વધુ લોકો ક્વોરન્ટાઈન રહેવા આદેશ

  દુર્ઘટનામાં સહેજ માટે બચી ગયેલા સજ્જન સિંહે જણાવ્યું હતું કે, ભૂખ એટલી લાગી હતી કે ટ્રેક ઉપર બેશીને બધા ખાવા લાગ્યા હતા. ખાવાનું ખાઈને બધા લોકોએ વિચાર્યું કે થોડો સમય આરામ કરી લઈએ અને પછી સફર શરૂ કરીશું. જમ્યા પછી પાટા ઉપર સુઈ ગયા હતા. ઊંઘ ઉડી તો ભયાનક દ્રશ્ય હતું. હું પાટાની નજીક સુઈ ગયો હતો જેના કારણે મારો જીવ બચ્યો હતો. પરંતુ મારા 16 સાથીઓના મોત નીપજ્યા છે.

  આ પણ વાંચોઃ-પાન-મસાલામાંથી મળ્યું મેગ્નીશિયમ કાર્બોનેટ, આ રાજ્યમાં રજનીગંધા, વિમલ સહિત 11 બ્રાન્ડ ઉપર પ્રતિબંધ

  આ પણ વાંચોઃ-કોરોનાનો કહેર યથાવત્ : સુરતમાં વધુ 26 પોઝિટિવ કેસ, જિલ્લામાં દર્દીઓની સંખ્યા 855 પર પહોંચી

  ભારતીય રેલવે તરફથી રજૂ પ્રેસ રિલિઝ પ્રમાણે જે મજૂરોના મોત થયા છે એ બધા મધ્ય પ્રદેશના રહેનારા હતા. અને મહારાષ્ટ્રના જાલનામાં એસઆરજી કંપનીમાં કામ કરતા હતા. 5 મેએ બધા મજૂરોએ જાલનાથી પોતાની સફર શરૂ કરી હતી. પહેલા તેઓ રોડના રસ્તે જતા હતા. પરંતુ ઔરંગાબાદની પાસે તેમણે રેલવે ટ્રેકનો સહાલો લીધો હતો.
  Published by:News18 Gujarati
  First published:May 08, 2020, 22:46 pm

  ટૉપ ન્યૂઝ