Home /News /national-international /રાજસ્થાનમાં બસ અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 13ના મોત

રાજસ્થાનમાં બસ અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 13ના મોત

બચાવ કામગીરી

    રાજસ્થાનમાં રવિવારનો દિવસ અપશુકનિયાળ રહ્યો છે. આજે વહેલી સવારે ભૂકંપના ઝટકાના સમાચાર આવ્યાના થોડાજ સમયમાં એક મોટા અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 13 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે.

    મળતી માહિતી મુજબ, રાજસ્થાનના અજમેરના માંગલિયાવાસમાં તબીજી પુલ પાસે એક બસ અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 13 લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા છે, જ્યારે બે ડઝનથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી કેટલાકની હાલત તો ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

    અકસ્માતની આ ઘટના લગભગ 12 વાગ્યાની આસપાસ સર્જાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. તમામ ઈજાગ્રસ્ત લોકોને 108 દ્વારા અજમેરના જેએલએન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી કેટલાકની હાલત ગંભીર જોવા મળી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોની જાણકારી મેળવવાની કોશિસ હાલમાં ચાલી રહી છે. બીજી બાજુ ઘાયલોની પણ પુછપરછ કરવામાં આવી રહી છે.

    ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં ગઈ કાલે મેડી રાત્રે પણ એક અકસ્માતની ઘટના સામે આવી હતી, જોકે સદનશિબે મોટી હોનારત થતાં ટળી ગઈ હતી. આ અકસ્માત કાર સાથે થયો હતો. એક કાર પલ્ટી મારી ગઈ હતી અને ફિલ્મી સ્ટાઈલમાં ગુલાટી મારતી મારતી પેટ્રોલ પંપમાં ઘુસી ગઈ હતી, જોકે સદનશિબે આગ લાગવાની ઘટના સર્જાઈ ન હતી, નહી તો બધુ જ સાફ થઈ જાત. આ પહેલા પણ રાજસ્થાનના સિરોહી-પાલાસિયા રોડ પર તા 29 જૂને વહેલી સવારે ટ્રક અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં સાત વ્યક્તિના મોત નિપજ્યા હતા, જેમાંથી બે મૃતક તો ભરૂચના હતા.
    Published by:kiran mehta
    First published:

    Tags: Ajmer, Injured, Road accident

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन