25 આતંકવાદીઓ સામે મેજર મોહિત શર્માએ એકલા જ બાથ ભીડી હતી

News18 Gujarati
Updated: January 13, 2019, 9:58 AM IST
25 આતંકવાદીઓ સામે મેજર મોહિત શર્માએ એકલા જ બાથ ભીડી હતી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: 13 જાન્યુઆરી 1978ના રોજ જન્મેલા શહીદ મેજર મોહિત શર્માનો રવિવારે જન્મદિવસ છે. મેજર મોહિત પોતાના સાથીઓની જાન બચાવવા માટે એકલા જ આતંકવાદીઓ સાથે ભીડી ગયા હતા. કાશ્મીરના હફરુદા જંગલમાં મોહિત શર્મા તેમના બે સાથીઓની જાન બચાવવા માટે એકલા જ લગભગ 25 આતંકીઓ સામે પડ્યા હતા.

ગોળી વાગવા છતાં એક ગ્રેનેડ ફેંકી તેમણે ચાર આતંકીઓને માર્યા હતા. અશોક ચક્ર વિજેતા મેજર મોહિતની વીરતા અંગે જાણીએ તેમના પિતા અને માતા આરપી શર્મા અને સુશીલા શર્માથી.

નાનકડી ટુકડી સાથે ઘૂસી ગયા હતા હફરુદાના જંગલમાં

અમારી ઇચ્છા હતી કે મોહિત એન્જિનિયર બને. તેણે ઇન્જિનિયરિંગ માટે એન્ટ્રન્સ પણ આપી અને સિલેક્ટ પણ થયો. એડમિશન લીધા પછી પણ તેની ઇચ્છા હતી કે તે આર્મી જોઇન કરે. પ્રયાસ કરતાં એનડીએમાં પણ સિલેક્ટ થયો. જે બાદ બધાને મોહિતની વાત માનવી પડી.

ફેમિલીની મંજૂરી બાદ તે આર્મીમાં જોડાયો હતો. 2009માં તે કેપ્ટનમાંથી મેજર બન્યો હતો. તે પોતાની ટીમ સાથે કાશ્મીરના કુપવાડામાં હતો. તેને જણાવવામાં આવ્યું કે, કાશ્મીરના હફરુદા જંગલમાં આતંકવાદીઓએ કેમ્પ બનાવ્યું છે. જે બાદ મેજરે પોતાની ટીમ સાથે જંગલમાં કેમ્પ કર્યું હતું.

ગોળી વાગી છતાં આતંકીઓને માર્યાઆ 21 માર્ચ, 2009ની ઘટના છે. મેજર સાથે ટીમમાં કુલ 10 લોકો હતા. તેમને આતંકીઓના કેમ્પની સૂચના મળી હતી. આતંકીઓને મારવા માટે ઓપરેશન ચાલ્યું. આર્મીએ આતંકીઓના કેમ્પ પર હુમલો કર્યો. બન્ને બાજુ ક્રોસ ફાયરીંગમાં મેજરને પણ ગોળી વાગી હતી.

પરિવાર સાથે મેજર મોહિત શર્મા


મેજર મોહિતના બે સાથીને ગોળી વાગી હતી. મેજરે પોતાની જાનની બાજી લગાડી બન્ને જવાનોને બચાવ્યા અને ગ્રેનેડથી હુમલો કરી ચાર આતંકીઓને મારી નાંખ્યા. આ ઓપરેશનમાં મેજર મોહિત શર્મા સહિત દસમાંથી આઠ જવાન શહીદ થયા હતા. મેજરને શહાદત બાદ અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
First published: January 13, 2019
વધુ વાંચો
अगली ख़बर