કોરોનાવાયરસ : સરકાર પર નિશાન સાધતાં રાહુલ ગાંધીથી કાશ્મીર મુદ્દે થઈ મોટી ચૂક, ટ્વિટ કર્યું ડિલીટ

News18 Gujarati
Updated: February 13, 2020, 9:48 AM IST
કોરોનાવાયરસ : સરકાર પર નિશાન સાધતાં રાહુલ ગાંધીથી કાશ્મીર મુદ્દે થઈ મોટી ચૂક, ટ્વિટ કર્યું ડિલીટ
રાહુલ ગાંધી

ટ્વિટ વાયરલ થતાં રાહુલ ગાંધી સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યાં, અંતે ટ્વિટ ડિલીટ કરવું પડ્યું

  • Share this:
નવી દિલ્હી : કૉંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ના ખોટા ટ્વિટે ફરી એકવાર રાજકીય વર્તુળોમાં હોબાળો મચાવી દીધો છે. કોરોનાવાયરસ (Coronavirus)ને લઈને કરવામાં આવેલા ટ્વિટમાં તેઓએ જે તસવીરનો ઉપયોગ કર્યો હતો તેમાં જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ને પાકિસ્તાનનો હિસ્સો દર્શાવવામાં આવ્યો હતો. આ ટ્વિટ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થતાં જ યૂઝર્સે રાહુલ ગાંધીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું, ત્યારબાદ રાહુલ ગાંધીએ ટ્વિટ (Tweet) ડિલીટ કરી દીધું હતું.

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોરોનાવાયરસને લઈને ટ્વિટ કર્યું, જેમાં કહેવામાં આવ્યું હતું કે કોરોનાવાયરસ આપણા લોકો અને આપણી અર્થવ્યવસ્થા માટે ગંભીર ખતરો બનતો જઈ રહ્યો છે. સરકાર આ ખતરાને ગંભીરતાથી નથી લઈ રહી. સમય પર પગલાં ઉઠાવવા જરૂરી છે.

રાહુલ ગાંધીએ પહેલા આ તસવીર સાથે ટ્વિટ કર્યું હતું, જે બાદમાં હટાવી દીધું.


રાહુલ ગાંધીના ટ્વિટ બાદ બીજેપી આઈટી સેલના ચીફ અમિત માલવીયએ આ ટ્વિટને શૅર કરતાં લખ્યું કે, તમે વાંરવાર આ નક્શાનો ઉપયોગ કેમ કરો છો, જેમાં જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ દર્શાવવામાં આવ્યું છે. આ ટ્વિટ વાયરસ થયા બાદ યૂઝર્સે રાહુલ ગાંધીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. મામલો વધતો જોઈ રાહુલ ગાંધીએ ટ્વિટને ડિલીટ કરી દીધું અને ત્યારબાદ બીજું ટ્વિટ કર્યું.

રાહુલ ગાંધીએ પહેલાનું ટ્વિટ ડિલીટ કર્યા બાદ એક નવું ટ્વિટ કર્યું.


ઉલ્લેખનીય છે કે, ચીનમાં ઘાતક કોરોનાવાયરસથી મરનારાઓની સંખ્યા ગુરુવારે 1,300 થઈ ગઈ છે અને અત્યાર સુધી 44,200થી વધુ મામલા સામે આવી ચૂક્યા છે. હુબેઈના સ્વાસ્થ્ય આયોગે જણાવ્યું કે હુબેઈ પ્રાંતમાં તેનાથી વધુ 94 લોકોનાં મોત થયા છે, જ્યાં આ વિષાણુના કારણે અત્યાર સુધી સૌથી વધુ લોકો માર્યા ગયા છે. 

આ પણ વાંચો, મેટ્રોમાં કોરોનાવાયરસનું Prank કરવું પડ્યું મોંઘું, થઈ શકે છે 5 વર્ષની સજા
First published: February 13, 2020, 9:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading