આર્મી જનરલ કોર્ટ માર્શલે આર્મીનાં મેજર જનરલને જાતિય સતામણીનાં આરોપસર ડિસમીસ કરવાની ભલામલ કરી છે. મેજર જનરલ એમ.એસ જસવાલ પર મહિલા ઓફિસર પર જાતિય સતામણી કરવાનો આરોપ લાગ્યો હતો. આ ઘટના નાગાલેન્ડમાં બે વર્ષ પહેલા બની હતા.
મેજર જનરલ જસવાલ 2016માં નાગાલેન્ડમાં આસામ રાઇફલ્સમાં ઇસ્પેક્ટર જનરલ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે આ કિસ્સો બન્યો હતો.
જનરલ કોર્ટ માર્શલની આ ભલામણ આર્મીનાં વડા માન્ય રાખે તો તેનો અમલ થઇ શકે. આ કોર્ટ માર્શલ વેસ્ટર્ન કમાન્ડ (ચાંદીમંદિર, ચંદીગઢ), હેઠળ ચલાવવામાં આવ્યો હતો. આ કોર્ટ માર્શલમાં સભ્ય તરીકે લેફ્ટનન્ટ જનરલ અને છ મેજર જનરલ હતા.
કેપ્ટન રેંકની મહિલા આર્મી ઓફિસરે મેજર જનરલ જસવાલ પર જાતિય સતામણીનાં આરોપ લગાવ્યા હતા. મહિલા ઓફિસરે એવો આરોપ લગાવ્યો હતો કે, મેજર જનરલ ફોન કરીને સમી સાંજે તેમના રૂમમાં બોલાવતા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, 2015માં મ્યાનમારમાં ભારતીય લશ્કરે ત્રાસવાદીઓ પર કરેલી રેડમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.
મેજર જનરલ જસવાલે તેમનો બચાવ કરતા કહ્યુ હતું કે, તેઓ નિર્દોષ છે અને આર્મીમાં અધિકારીઓ વચ્ચે ચાલી રહેલા ઝધડાનો તેઓ શિકાર બન્યા છે. મેજર જનરલનાં વકિલો કોર્ટ માર્શલનાં આ ચૂકાદાને પડકારશે.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર