નવી મુંબઈના ONGC પ્લાન્ટમાં આગ લાગતાં 3 CISF જવાન સહિત ચાર લોકોનાં મોત

પોલીસે ઓએનજીસી પ્લાન્ટના 2 કિલોમીટર સુધીના વિસ્તારને ખાલી કરાવી દીધો છે

પોલીસે ઓએનજીસી પ્લાન્ટના 2 કિલોમીટર સુધીના વિસ્તારને ખાલી કરાવી દીધો છે

 • Share this:
  Fire in ONGC's Uran Plant, Navi Mumbai: નવી મુંબઈના ઉરણ સ્થિત ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ના ગેસ પ્લાન્ટમાં મંગળવાર સવારે ભીષણ આગ લાગી. આગથી ઓછામાં ઓછા ચાર લોકોનાં મોત થયા છે. આગ લાગવાની જાણ થયા બાદ ઘટનાસ્થળે પહોંચેલી ફાયરબ્રિગેડે ઘણી મહેનત બાદ ત્રણ કલાકે આગ પર કાબૂ મેળવી લીધો છે.

  નોંધનીય છે કે, મરનારા ચાર લોકોમાં ત્રણ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ના જવાન છે. આ તમામ ઓએનજીસીની ફાયર સર્વિસમાં તહેનાત હતા. સૂત્રો મુજબ, સૌથી પહેલા ડ્રેનેજ સ્ટ્રોમમાં લીક થયું હતું. તેની સૂચના મળતાં સીઆઈએસએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે જ બ્લાસ્ટ થયો અને ત્રણ જવાનોના મોત થયા.

  ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતા અહેવાલ મુજબ, મંગળવાર સવારે 7 વાગ્યે મુંબઈ સ્થિત ઓએનજીસી પ્લાન્ટના કોલ્ડ સ્ટોરેજમાં આગ લાગી ગઈ. ચારે તરફ ધૂમાડો અને આગની જ્વાળાઓ ફેલાતાં લોકો ડરી ગયા.

  આ પણ વાંચો, આઈસક્રીમ ખાવા ઈન્ડિયા ગેટ આવ્યો હતો પરિવાર, ડમ્પરે કચડતાં બાપ-દીકરીનાં મોત

  ઓએનજીસીનું કહેવું છે કે, આગના કારણે ઓઇલ પ્રોસેસિંગ ઉપર કોઈ અસર નથી પડી અને ગેસને હઝીરા પ્લાન્ટમાં ડાઇવર્ટ કરવામાં આવ્યો છે.  ઓએનજીસીએ ટ્વિટ કરીને ઘટનાની જાણકારી આપી છે અને જણાવ્યું કે અમે ઘટનાને લઈ સ્થિતિનું આકલન કરી રહ્યા છીએ. આગ ગેસમાં લાગી છે તેથી તેને રોકવી મુશ્કેલ હોય છે. ઓએનજીસીએ જણાવ્યું કે ઉરણ પ્લાન્ટમાં ઓઇલ પ્રોસેસિંગ પ્રક્રિયા પર હાલ કોઈ અસર નથી પડી જ્યારે ગેસને હઝીરા પ્લાન્ટમાં ડાઇવર્ટ કરવામાં આવ્યો છે. સ્થિતિનું આકલન કરવામાં આવી રહ્યું છે.  ફાયર સર્વિસના એક્સપર્ટોનું કહેવું છે કે ગેસ ખતમ થવાની સાથે જ આગ પર કાબૂ મેળવી શકાશે. આ પ્લાન્ટથી જ સમગ્ર મુંબઈમાં ગેસ સપ્લાય કરવામાં આવે છે. આ પ્લાન્ટથી વિદેશોમાં પણ ગેસનો સપ્લાય કરવામાં આવે છે. આગ લાગવાના કારણે ગેસ સપ્લાય પર અસર પડી શકે છે.

  આ પણ વાંચો, દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીનો આરોપ : પોલીસે નિવસ્ત્ર કરી પ્રાઇવેટ પાર્ટમાં પાઈપ નાખી
  Published by:Mrunal Bhojak
  First published: