પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલાના બે દિવસ બાદ જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં એલઓસીથી લગભગ દોઢ કિલોમીટર અંદર એક આઈઈડી બ્લાસ્ટમાં ભારતીય સેનાના મેજર ચિત્રેશ બિષ્ટ શહીદ થયા. આ ઉપરાંત એક જવાન ઘાયલ થયો. આ બ્લાસ્ટ એ સમયે થયો જ્યો મેજર બિષ્ટ આતંકીઓ દ્વારા લગાવવામાં આવેલી સુરંગને ડિફ્યૂઝ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
નૌશેરા સેક્ટરમાં મેજર ચિત્રેશ બોમ્બ ડિસ્પોજલ ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા. અહીં આતંકીઓએ આઈઈડી બિછાવેલી હતી. મેજર ચિત્રેશે એક આઈઈડી ડિફ્યૂઝ કરવામાં સફળથન મળી, પરંતુ બીજા આઈઈડીને ડિફ્યૂઝ કરતી વખતે ડિવાઇસ એક્ટિવેટ થઈ ગયું. ત્યારબાદ થયેલા બ્લાસ્ટમાં તેમને ગંભીર ઈજાઓ થઈ જેના કારણે તેઓ બાદમાં શહીદ થયા.
આગામી મહિને 7 તારીખ એટલે કે 7 માર્ચે મેજર ચિત્રેજ બિષ્ટના લગ્ન હતા. શહીદ મેજર ચિત્રેજ ઉત્તરાખંડના દેહરાદૂનના રહેવાસી હતા. તેમના પિતા ઉત્તરાખંડ પોલીસમાં ઇન્સ્પેક્ટર હતા. ચિત્રેશના પિતા બપોરે તેમના લગ્નની કંકોત્રી આપવા ગયા હતા. સાંજે ચિત્રેશના દોસ્તનો ફોન આવતાં પરિજનોને તેમના શહાદતની જાણ થઈ. ચિત્રેશ 3 ફેબ્રુઆરીએ જ રજા પરથી ડ્યૂટી પર ગયા હતા. આ પહેલા ચિત્રેશ મઉમાં ટ્રેનિંગ લેવા ગયા હતા.
મેજર ચિત્રેશ ભારતીય સૈન્ય અકાદમી દેહરાદૂનથી વર્ષ 2010માં પાસઆઉટ થયા હતા. હાલમાં તેઓ સેનાની એન્જિનિયરિંગ કોરમાં હતા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે આ સમગ્ર ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે.
राजौरी के नौशेरा सेक्टर में IED ब्लास्ट में उत्तराखंड के लाल मेजर चित्रेश बिष्ट शहीद हुए हैं। मैं मेजर चित्रेश के सर्वोच्च बलिदान को कोटि कोटि नमन करते हुए उनके परिजनों के प्रति सांत्वना व्यक्त करता हूं और भरोसा दिलाता हूं कि पूरा देश मुश्किल समय में उनके साथ खड़ा है। pic.twitter.com/AFys8y6Bwn