ઇમરાન ખાનના મંત્રી ફવાદ ચૌધરીની પ્રેસ કોન્ફરન્સમાં હંગામો થયો હતો.
Pakistan Political Crisis: પત્રકારો અને ફવાદ ચૌધરી વચ્ચે બોલાચાલી થઈ અને પત્રકારોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા. તેમણે કહ્યું કે સરકારની ગુંડાગીરી ચાલશે નહીં. પત્રકારોએ મંત્રી ફવાદ ચૌધરીને પણ માફી માંગવા કહ્યું, પરંતુ તેમણે ના પાડી દીધી. આ પછી પત્રકારોએ પ્રેસ કોન્ફરન્સનો બહિષ્કાર કર્યો હતો.
પાકિસ્તાનમાં (Pakistan Political Crisis) રાજકીય ઉથલપાથલ દિવસેને દિવસે વધી રહી છે. બુધવારે ઇમરાન ખાનના મંત્રી ફવાદ ચૌધરીની (Fawad Chaudhary) પ્રેસ કોન્ફરન્સમાં હંગામો થયો હતો. ફવાદ ચૌધરીનો પત્રકારો સાથે ઝઘડો થયો હતો. તેમણે પત્રકારો પર પૈસા લેવાનો પણ આરોપ લગાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટની બહાર ચાલી રહેલી પ્રેસ કોન્ફરન્સમાં ફવાદ ચૌધરીએ પત્રકારોને કહ્યું, 'તમે તો ભાડેના છો.' વાસ્તવમાં, મંત્રીને પત્રકારોએ પૂછ્યું હતું કે ફરાહ ખાન દેશ છોડીને કેવી રીતે ભાગી ગઈ? બસ આ જ સવાલ પર તેઓ નારાજ થઇ ગયા
આ પછી પત્રકારો અને ફવાદ ચૌધરી વચ્ચે બોલાચાલી થઈ અને પત્રકારોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા. તેમણે કહ્યું કે સરકારની ગુંડાગીરી ચાલશે નહીં. પત્રકારોએ મંત્રી ફવાદ ચૌધરીને પણ માફી માંગવા કહ્યું, પરંતુ તેમણે ના પાડી દીધી. આ પછી પત્રકારોએ પ્રેસ કોન્ફરન્સનો બહિષ્કાર કર્યો હતો.
ફરાહ ખાન પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની ત્રીજી પત્ની બુશરા બીબીની નજીકની મિત્ર છે. તે દેશ છોડીને ભાગી ચૂકી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે 90 હજાર ડોલર લઈને ભાગી ગઈ છે. પ્લેનમાં બેઠેલી તેમની એક તસવીર પણ વાયરલ થઈ છે. એવા પણ અહેવાલ છે કે જો પાકિસ્તાનમાં નવી સરકાર બનશે તો તેની ધરપકડ થઈ શકે છે.
શાહ મહેમૂદ કુરેશીએ આ દાવો કર્યો
બીજી તરફ પાકિસ્તાનના પૂર્વ નાણામંત્રી શાહ મહેમૂદ કુરેશીએ એક સનસનીખેજ ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે તેમને ઈમરાન ખાનની આગેવાની હેઠળની પીટીઆઈ સરકારને તોડી પાડવાની ધમકી આપતા પત્ર પહેલા એક ફોન આવ્યો હતો, જેમાં ઈમરાન ખાનને તેમની રશિયાની મુલાકાત રદ કરવા કહેવામાં આવ્યું હતું. AIY ન્યૂઝને ટાંકીને આ માહિતી બહાર આવી છે.
પૂર્વ નાણામંત્રીએ કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે તેમના પાકિસ્તાની સમકક્ષને ફોન કર્યો હતો. પરંતુ પાક એનએસએએ તેમને સમજાવ્યું કે આ મુલાકાત યુક્રેન પર રશિયાના હુમલા સાથે સંબંધિત નથી.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર