વોશિંગ્ટન ડીસી: મેક્સિકોના પ્રશાંત તટીય રાજ્ય નયારિતમાં એક નેશનલ હાઈવે પર પર્યટકોને લઈ જતી બસ પલ્ટી મારી જતાં 15 લોકોના મોત થઈ ગયા છે, તો વળી 47 લોકો ઘાયલ પણ થયા છે. અધિકારીઓએ શનિવારે આ પ્રકારની જાણકારી આપી હતી.
નજીકના રાજ્ય ગ્વાનઝુઆતોમાં અધિકારીઓએ જણાવ્યું છે કે, તમામ યાત્રી રાજ્યના લિયોન શહેરના છે. આપને જણાવી દઈએ કે, મેક્સિકોમાં મિત્રો, સંબંધીઓ અને પાડોશીઓ સાથે રજા માણવા માટે ગયા અને બસ ભાડે લઈને ગયા હતા.
મૃતકોમાં લગભગ 4 બાળકો હતા, આ દુર્ઘટનાનું કારણ હાલમાં ખબર પડ્યું નથી
નયારિતમાં અધિકારીઓએ જણાવ્યું છે કે, આ દુર્ઘટના નેશનલ હાઈવે પર આવેલા એક ગામડામાં શુક્રવારે થઈ હતી. મૃતકોમાં લગભગ ચાર બાળકો સામેલ છે. સ્થાનિક મીડિયામાં જણાવ્યા અનુસાર, પર્યટકો ગ્વાયાબિતોસથી ઉત્તરી પ્યૂતો વર્લાતા શહેર પરત ફરી રહ્યા હતા. હાલમાં આ દુર્ઘટના પાછળનું કારણ જાણવા મળ્યું નથી.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર