UP: પ્રતાપગઢમાં ભીષણ અકસ્માત, બોલેરો ટ્રક સાથે ટકરાતાં 14 જાનૈયાઓનાં મોત

બોલેરાના ડ્રાઇવરને ઝોકું આવી જતા સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને રસ્તા કિનારે ઊભેલી ટ્રક સાથે ટકરાતાં બની કરૂણાંતિકા

બોલેરાના ડ્રાઇવરને ઝોકું આવી જતા સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને રસ્તા કિનારે ઊભેલી ટ્રક સાથે ટકરાતાં બની કરૂણાંતિકા

  • Share this:
    પ્રતાપગઢ, ઉત્તર પ્રદેશઃ પ્રતાપગઢ (Pratapgarh)માં એક માર્ગ અકસ્માતમાં 14 લોકોનાં કરૂણ મોત થયા છે. આ અકસ્માત માનિકપુર પોલીસ સ્ટેશનની હદના દેશરાજ ઈનારામાં થયો છે જ્યાં જાનૈયાઓથી ભરેલી બોલેરા અનિયંત્રિત જઈને રસ્તા કિનારે ઊભેલી ટ્રક સાથે ટકરાઇ ગઈ. આ ભીષણ અકસ્માતમાં 14 જાનૈયાઓના મોત થયા છે. અત્યાર સુધીની મળતી જાણકારી મુજબ ડ્રાઇવરને ઝોંકું આવી ગયું જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ.

    મળતી જાણકારી મુજબ, જાનૈયા નવાબગંજ પોલીસ સ્ટેશનની હદના શેખપુર ગામમાં લગ્ન પ્રસંગમાં સામેલ થઈને ઘરે પરત જઈ રહ્યા હતા. દુર્ઘટનાનો શિકાર બનેલા 14 લોકોમાં 6 બાળકોનો પણ સમાવેશ થાય છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને બોલેરોને ગેસ કટરથી કાપીને તમામ 14 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. દુર્ઘટના એટલી ભયાનક હતી કે આ રેસ્ક્યૂ કાર્ય હાથ ધરવામાં પોલીસ ટીમને લગભગ બે કલાકનો સમય લાગી ગયો. પોલીસે તમામ મૃતદેહોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

    આ પણ વાંચો, પતિના મોત બાદ પત્નીએ 4 દિવસ સુધી ન કરવા દીધા અંતિમ સંસ્કાર, કહ્યું- પહેલા મકાન મારા નામે કરાવો

    નોંધનીય છે કે, આ દુર્ઘટનાનો શિકાર બનેલા 12 જાનૈયા કુંડા પોલીસ સ્ટેશનની હદના જિગરાપુરા ચૌસા ગામના રહેવાસી છે, જ્યારે બોલેરો ચાલક સહિત બે લોકો કુંડા વિસ્તારના અન્ય ગામના રહેવાસી છે. દુર્ઘટનાની જાણ થતાં જ એસપી મોટી સંખ્યામાં પોલીસ દળની સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

    આ પણ વાંચો, આસામઃ પત્રકારને વીજળીના થાંભલે બાંધી ફટકાર્યો, જુગારીઓના રેકેટ પર કર્યું હતું રિપોર્ટિંગ

    માર્ગ અકસ્માતમાં આ લોકોએ ગુમાવ્યો જીવ

    માનિકપુર વિસ્તારમાં થયેલા માર્ગ અકસ્માતમાં તમામ 14 જાનૈયાઓના મોત થયા છે. મૃતકોમાં બાળકો પણ સામેલ છે. નોંધનીય છે કે દુર્ઘટનામાં બબ્બૂ, દિનેશ, પવન કુમાર, દયારામ, અમન, રામસમુજ, અંશ, ગૌરવ, નાના ભૈયા, સચિન, હિમાંશુ, મિથિલેશ, અભિમન્યૂ, પારસ નાથ યાદવના મોત થયા છે.
    Published by:Mrunal Bhojak
    First published: