કાર પૂલ પરથી નીચે ખાબકી, 5 લોકોના મોત, પ્રારંભિક તપાસમાં વધારે ઝડપ કારણભૂત

રાજસ્થાનના (Rajasthan)સીકર (Sikar)જિલ્લામાં શનિવારે રાત્રે એક અકસ્માતની (Accident)ઘટના સામે આવી

Accident news- દુર્ઘટનાનો શિકાર બનેલા યુવકો એક આઈસ્ક્રિમની ફેક્ટરીમાં કામ કરતા હતા

 • Share this:
  સીકર : રાજસ્થાનના (Rajasthan)સીકર (Sikar)જિલ્લામાં શનિવારે રાત્રે એક અકસ્માતની (Accident)ઘટના સામે આવી છે. જાણકારી પ્રમાણે સીકરના રીંગસ ક્ષેત્રમાં એનએચ 52 પર ઠિકરિયા પાસે એક કાર અનિયંત્રિત થઇને પૂલની નીચે પડી હતી. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે. એક યુવક ગંભીર રુપથી ઇજાગ્રસ્ત છે જેને સારવાર માટે જયપુર રીફેર કરવામાં આવ્યો છે. દુર્ઘટનાને લઇને મુખ્યમંત્રી અશોક ગેહલોતે (Ashok Gehlot)દુખ વ્યક્ત કર્યું છે.

  દુર્ઘટનામાં અત્યાર સુધી 5 લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ગંભીર રુપથી ઇજાગ્રસ્ત છે. જાણકારી પ્રમાણે એક કાર અનિયંત્રિત થઇને પૂલ પરથી ખાબકી હતી. કારમાં 6 લોકો સવાર હતા, જેમાંથી 5 ના મોત થયા છે. દુર્ઘટનાનો શિકાર બનેલા યુવકો સીકરમાં એક આઈસ્ક્રિમની ફેક્ટરીમાં કામ કરતા હતા. કોઇ કાર્યક્રમમાં સામેલ થવા માટે શ્રીમાધોપુર જઇ રહ્યા હતા. દુર્ઘટનામાં સીકરનો સુનીલ ઇજાગ્રસ્ત છે. પ્રભાતી લાલ અને હરિરામ સહિત 5 ના મોત થયા છે.

  આ પણ વાંચો - ભ્રષ્ટ એન્જીનિયર ચાંદીના વાસણમાં જ ખાવાનું ખાતો હતો, ઘણા ફ્લેટ્સ અને જમીનના દસ્તાવેજ મળી આવ્યા

  દુર્ઘટનાની સૂચના મળ્યા પછી અતિરિક્ત પોલીસ અધિક્ષક રતન લાલ ભાર્ગવ સહિત રિંગસ સ્ટેસનની પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે લાશને હોસ્પિટલમાં રાખી છે જ્યાં રવિવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પ્રારંભિક તપાસમાં માનવામાં આવી રહ્યું છે કે વધારે ઝડપના કારણે કાર પરથી કાબુ ગુમાવી દીધો હતો અને પૂલ પરથી નીચે પડી હતી.
  Published by:Ashish Goyal
  First published: