હરિયાણા : 8 યુવકોનું સેનામાં ભરતી થવાનું સપનું અધૂરું રહી ગયું, ટૅન્કરે કચડતાં મોત

News18 Gujarati
Updated: September 25, 2019, 8:24 AM IST
હરિયાણા : 8 યુવકોનું સેનામાં ભરતી થવાનું સપનું અધૂરું રહી ગયું, ટૅન્કરે કચડતાં મોત
તિવ્ર ઝડપે આવી રહેલા ઓઇલ ટૅન્કરે ઑટોને ટક્કર મારી દીધી.

હરિયાણા : ઓઇલ ટૅન્કરે સેના ભરતીથી પરત ફરી રહેલા 8 યુવકોની ઑટોને કચડી દીધી, તમામનાં ઘટનાસ્થળે જ મોત

  • Share this:
હરિયાણા (Haryana)ના જિંદ (Jind) જિલ્લામાં મંગળવાર મોડી રાત્રે રામરાય ગામની પાસે એક ભીષણ માર્ગ દુર્ઘટના (Road Accident) બની. દુર્ઘટનામાં 10 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. તેમાં 8 યુવક હિસારમાં આર્મીની ભરતી (Army recruitment)માં સામેલ થયા બાદ ઑટોથી પરત ઘરે જઈ રહ્યા હતા, ત્યારે હાંસી રોડ પર રામરાય ગામની પાસે એક તિવ્ર ઝડપે આવી રહેલા ઓઇલ ટૅન્કરે જોરદાર ટક્કર (collision) મારી દીધી.

ઘરે જતી વખતે થઈ દુર્ઘટના

દુર્ઘટનાનો ભોગ બનેલામાં ઑટો ડ્રાઇવર પણ સામેલ છે. મળતી જાણકારી મુજબ, સેના ભરતીમાં ગયેલા યુવક ફિજિકલ અને મૅડિકલ ટેસ્ટ પાસ કરી ચૂક્યા હતા. તમામ પ્રક્રિયા પૂરી થયા બાદ તેઓ પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે તેમની સાથે આ દુર્ઘટના થઈ. ઘટનાનાી જાણ થતાં જ ઘટનાસ્થળે પોલીસ પહોંચી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલ મોકલી આપ્યા.

આ પણ વાંચો, 'આ મંગળ ગ્રહ નહીં ઇન્ડોનેશિયા છે', આ કારણે આકાશમાં લાલ ચાદર છવાઈ

ઑટોને કચડીને પાર થઈ ગયું ટૅન્કર

પોલીસના જણાવ્યા મુજબ, દુર્ઘટના હાંસી રોડ પર રામરાય ગામની પાસે રાત્રે લગભગ 10:30 વાગ્યે થયું હતું. પોલીસનું કહેવું છે કે, હિસાર (Hisar)માં સેના ભરતીમાં ભાગ લીધા બાદ યુવક ઑટોથી ઘરે પરત જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી આવી એક એક ઓઇલ ટૅન્કરે ઑટોને ટક્કર મારી દીધી અને કચડીને જતી રહી. આ દુર્ઘટનામાં 10 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે, જેની સારવાર માટે પીજીઆઈ રૅફર કરવામાં આવ્યો છે. ઘાયલ વ્યક્તિની ઓળખ પ્રેમજીત તરીકે થઈ છે, જે બડતાનાનો રહેવાસી છે.

દુર્ઘટનામાં ઘાયલ થયેલા વ્યક્તિને સારવાર માટે પીજીઆઈ રૅફર કરવામાં આવ્યો છે.


પોલીસના જણાવ્યા મુજબ, ત્રણ મૃતકોની ઓળખ થઈ ગઈ છે જ્યારે બાકી લોકોની ઓળખ માટે આસપાસના ગામ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો, હિમાચલમાં લામાની સમાધિ રહસ્ય બની, 7 દિવસથી દેહ એવી જ સ્થિતિમાં
First published: September 25, 2019, 8:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading