ઉત્તર પ્રદેશ : પિકઅપ વાનને મિની ટ્રકે ટક્કર મારતા 9 લોકોનાં મોત, 18 ઘાયલ

નવ લોકોનાં ઘટનાસ્થળે મોત

અકસ્માતનો ભોગ બનેલા લોકો પિકઅપ વાનમાં સવાર થઈને એક લગ્ન સમારંભમાંથી પરત ફરી રહ્યા હતા.

 • Share this:
  ઉત્તર પ્રદેશ : યુપીના હાપુર જિલ્લાના હાફિઝપુર પોલીસ મથક વિસ્તારમાં ગમખ્વાર અકસ્માતમાં નવનાં મોત થયા છે. રવિવારે મોડી રાત્રે પિકઅપને એક મિની ટ્રકે ટક્કર મારી દીધી હતી. અકસ્માતમાં નવ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા, જ્યારે 18 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં મોટાભાગના બાળકો છે.

  અકસ્માત બાદ મિની ટ્રકનો ડ્રાઇવર ફરાર થઈ ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોમાં મોટાભાગના એક જ પરિવારના લોકો છે. અકસ્માત રાત્રે 11 વાગ્યાની આસપાસ થયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે મિની ટ્રકની ટક્કર બાદ પિકઅપ વાનના બે ટુકડા થઈ ગયા હતા.

  કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતનો ભોગ બનેલા લોકો પિકઅપમાં સવાર થઈને લગ્ન સમારંભમાંથી પરત આવી રહ્યા છે. આ સમયે હાફિઝપુર પોલીસ મથક વિસ્તાર પાસે વાહનને મિની ટ્રકે ટક્કર મારી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી ગંભીર રીતે ઘાયલ થયેલા સાત લોકોને મેરઠ ખસેડવામાં આવ્યા છે.  પોલીસના જણાવ્યા પ્રમાણે અકસ્માત ઓવરટેક કરવાના ચક્કરમાં થયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે ભોગ બનેલા લોકો ધૌલાનાના રહેવાશી છે. આ લોકો એક લગ્નમાં હાજરી આપવા માટે હાપુર ગયા હતા. તમામ લોકો લગ્ન સમારંભમાં હાજર રહ્યા બાદ ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે સાદિકપુર પાસે મિની ટ્રકે પિકઅપ વાનને ટક્કર મારી દીધી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
  Published by:Vinod Zankhaliya
  First published: