મુજફ્ફરપુરમાં ભયંકર અકસ્માત : ટ્રેક્ટર અન સ્કોર્પિયોની ટક્કરમાં 11 લોકોનાં મોત, ચારની હાલત ગંભીર

News18 Gujarati
Updated: March 7, 2020, 8:26 AM IST
મુજફ્ફરપુરમાં ભયંકર અકસ્માત : ટ્રેક્ટર અન સ્કોર્પિયોની ટક્કરમાં 11 લોકોનાં મોત, ચારની હાલત ગંભીર
સ્કોર્પિયો અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર.

ટક્કર એટલી જોરદાર હતી કે સાત લોકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા, જ્યારે ચાર લોકોનાં મોત હૉસ્પિટલમાં સારવાર દરમિયાન થયા હતા.

  • Share this:
મુજફ્ફરપુર : બિહારના મુજફ્પરપુર સ્થિત કાંતીમાં ટ્રેક્ટર અને સ્કોર્પિયો (collision between a tractor and a Scorpio) વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત (Road Accident)માં 11 લોકોનાં મોત થયા છે. અકસ્માતમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ છે. ઘટના બાદ મૃતદેહો રસ્તા પર જ પડ્યાં હતા. અકસ્માતના બનાવની જાણ થયા બાદ લોકોનાં ટોળાં એકઠા થઈ ગયા હતા. દુર્ઘટના અંગે કાંતી પોલીસે જણાવ્યું કે તમામ મૃતકો મુજફ્ફરપુર જિલ્લાના (Bihar Muzaffarpur District) હથોડીના રહેવાસી છે.

કહેવામાં આવી રહ્યું છે કે કાંતી પોલીસ સ્ટેશન (Kanti Police Station) વિસ્તારના ટરમા ચોક પાસે નેશનલ હાઇવે 28ના હેલ્પ કેર સામે ટ્રેક્ટર અને સ્કોર્પિયો વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. બનાવ બાદ કાંતી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

પ્રાપ્ત વિગત પ્રમાણે ટક્કર એટલી જોરદાર હતી કે સાત લોકોનાં મોત ઘટનાસ્થળે જ થઈ ગયા હતા. જ્યારે ચાર લોકોનાં મોત સ્થાનિક હૉસ્પિટલમાં સારવાર દરમિયાન થયા હતા. આ અકસ્માતમાં ચાર લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
First published: March 7, 2020, 8:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading