ઉત્તર પ્રદેશ : બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, વતન પરત ફરી રહેલા 24 મજૂરોનાં મોત

News18 Gujarati
Updated: May 16, 2020, 8:07 AM IST
ઉત્તર પ્રદેશ : બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, વતન પરત ફરી રહેલા 24 મજૂરોનાં મોત
અકસ્માત બાદ બચાવકાર્ય શરૂ.

81 મજૂરો ફરીદાબાદથી ટ્રકમાં સવાર થઈને પોતાના વતન ગોરખપુર જઈ રહ્યા હતા, 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા.

  • Share this:
ઓરૈયા : કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે હાલ દેશભરમાં લૉકડાઉન (Lockdown) ચાલી રહ્યું છે. જ્યારે અલગ અલગ રાજ્યમાં ફસાયેલા મજૂરો (Migrant Workers) રોડ વાટે પોતાના વતન પરત ફરી રહ્યા છે. જોકે, આ દરમિયાન રોડ અકસ્માતોના સમાચાર પણ આવતા રહે છે. તાજેતરમાં મધ્ય પ્રદેશના ગુનામાં થયેલા ભીષણ અકસ્માત (Road Accident) બાદ હવે ઉત્તર પ્રદેશના ઓરૈયામાં (Auraiya District) શનિવારે સવારે ગંભીર અકસ્માત થયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. અહીં ફરીદાબાદથી 81 મજૂરોને લઈને આવી રહેલા એક ટ્રક સાથે બીજા ટ્રકની ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 24 મજૂરોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે. જ્યારે 35 લોકો ગંભીર રીતે ઘાયલ છે.

કહેવામાં આવી રહ્યું છે કે મજૂરો ફરીદાબાદથી ગોરખપુર જઈ રહ્યા હતા. સૂચના મળતા જ કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ડીએમના જણાવ્યા પ્રમાણે 35 ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઓરૈયાના સીએમઓ તરફથી 24 લોકોનાં મોતની પુષ્ટિ કરવામાં આવી છે. ડીએમ અભિષેક સિંહે જણાવ્યું કે 15 લોકોને સૈફેઈ મેડિકલ કૉલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં અમુક ઘાયલોની હાલત નાજુક છે.

આ પણ વાંચો : કોરોના વાયરસ : રાજ્યમાં નવા 340 પોઝિટિવ કેસ નોંધાયા, 24 કલાકમાં 20નાં મોત23 લોકોનાં ઘટનાસ્થળે જ મોત.


આ ઘટના શહર કોતવાલી ક્ષેત્રના મિહૌલી નેશનલ હાઇવેની છે. પ્રાપ્ત વિગત પ્રમાણે ફરીદાબાદથી 81 મજૂરોને લઈને આવી રહેલા એક ટ્રકને ડીસીએમએ ટક્કર મારી દીધી હતી. મજૂરો ભરેલો ટ્રક રસ્તાની બાજુમાં ઊભો હતો. આ અકસ્માતમાં 24 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા, જ્યારે 35 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ પોલીસ અને સ્વાસ્થ્ય કર્મીઓ બચાવ અને રાહત કામમાં જોડાયા છે.નોંધનીય છે કે ગુરુવારે મધ્ય પ્રદેશના ગુના જિલ્લા ખાતે ટ્રક અને બસ વચ્ચે થયેલા અકસ્માતમાં આઠ લોકોનાં મોત થયા હતા જ્યારે 54 લોકો ઘાયલ થયા હતા. તમામ મૃતકો ઉત્તર પ્રદેશના હતા, જેઓ મહારાષ્ટ્રથી તેમના વતન પરત ફરી રહ્યા હતા.

આવા જ એક બનાવમાં બુધવારે UPSRTCની બસની અડફેટે આવી જવાથી છ જેટલા કામદારોનાં મોત થયા હતા. આ બનાવ મુઝફ્ફરનગર ખાતે બન્યો હતો.
First published: May 16, 2020, 7:28 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading