જિંદગીનો જંગ હારીને પિન્કી દેવી બની પ્રધાન, પરિણામના ત્રણ દિવસ પહેલા મોત
પિન્કી દેવી.
Mainpuri Gram Panchayat Chunav Results 2021: કહેવત છે કે સમયથી પહેલા અને ભાગ્યથી વધારે કોઈને કંઈ મળતું નથી. કંઈક આવો જ બનાવ મૈનપુરી ગ્રામ પંચાયત ચૂંટણી (Gram Panchayat Chunav) માં જોવા મળ્યો છે.
આશુતોષ મિશ્ર, મૈનપુરી: કહેવત છે કે સમયથી પહેલા અને ભાગ્યથી વધારે કોઈને કંઈ મળતું નથી. કંઈક આવો જ બનાવ મૈનપુરી ગ્રામ પંચાયત ચૂંટણી (Gram Panchayat Chunav) માં જોવા મળ્યો છે. અહીં એક મહિલા ચૂંટણી (Election)નો જંગ તો જીતી ગઈ પરંતુ કોરોના સામે જંગ હારી ગઈ હતી. બનાવ મૈનપુરીના કુરાબલી બ્લૉક ગ્રામ પંચાયતનો છે. અહીં પ્રધાન પદ માટે ચૂંટણી લડી રહેલી એક મહિલાનું ત્રણ દિવસ પહેલા નિધન (Death) થયું હતું. આ જે સવારે ચૂંટણી પરિણામ (Election result) આવ્યું ત્યારે મૃતક મહિલા ચૂંટણીનો જંગ જીતી ગઈ હતી.
મૈનપુરીની ગ્રામ પંચાયત નગલા ઉસરના પ્રધાન પદ માટે પિન્કી દેવીએ ઉમેદવારી કરી હતી. મતદાન પણ સારી રીતે પૂર્ણ થયું હતું પરંતુ ગત બુધવારે પિન્કીની તબિયત અચાનક ખરાબ થઈ હતી. શ્વાસ લેવામાં તકલીફ થવાથી પરિવારના લોકો તેણીને આગ્રાની એક ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં તેને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન પિન્કીનું નિધન થયું હતું. આજે મતગણતરી થઈ ત્યારે માલુમ પડ્યું કે તેની 115 વોટથી જીત થઈ છે. જોકે, જીત છતાં પરિવારના લોકો અને નજીકના સંબંધીઓ દુઃખી હતા. મતગણતરીનું પરિણામ આવ્યું ત્યારે તમામની આંખો છલકાઈ ગઈ હતી.
આ બેઠક પર ઉમેદવારનું નિધન થવાથી હવે અહીં ફરીથી ચૂંટણી યોજાશે. આ માટે ફરીથી તારીખ જાહેર કરવામાં આવશે.
મુલાયમસિંહ યાદવની ભત્રીજીની હાર
ઉત્તર પ્રદેશની ત્રિસ્તરીય પંચાયત ચૂંટણી (UP Panchayat Chunav 2021)ની મતગણતરી બીજા દિવસે પણ ચાલુ છે. અત્યારસુધી 70 ટકા પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. આજ સાંજ સુધી પરિણામ સ્પષ્ટ થઈ જશે. આ ચૂંટણીમાં દિગ્ગજોએ પણ હારનો સામનો કરવો પડ્યો છે. આ ક્રમમાં મૈનપુરી જિલ્લામાં યાદવ પરિવારમાંથી બળવો કરીને જિલ્લા પંચાયતની ચૂંટણી લડી રહેલી મુલાયમસિંહ યાદવની ભત્રીજી સંધ્યા યાદવ (Sandhya Yadav)ની હાર થઈ છે.
પૂર્વ સાંસદ ધર્મેન્દ્ર યાદવની મોટી બહેન સંધ્યા યાદવ બીજેપીની ટિકિટ પરથી વોર્ડ નંબર 18માંથી ચૂંટણી મેદાનમાં ઉતરી હતી. તેમને સપા નેતા પ્રમોદ યાદવાના પત્નીએ હાર આપી હતી. જોકે, હજી સુધી પરિણામની અધિકૃત જાહેરાત નથી કરવામાં આવી.
નોંધનીય છે કે મૈનપુરીમાં 30 જિલ્લા પંચાયત સભ્ય માટે મતગણતરી ચાલી રહી છે. અત્યારસુધી ચૂંટણી પરિણામમાં સમાજવાદી પાર્ટીનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. 30માંથી પાંચ બેઠક સપા જીતી ચૂક્યું છે અને 11 પર આગળ છે. બીજેપી બે બેઠક જીતી ચૂકી છે અને ચાર પર આગળ છે. બસપાનું ખાતું નથી ખુલ્યું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર