Home /News /national-international /મૈનપુરી લોકસભા પેટાચૂંટણી: વહુ સંભાળશે સસરાની રાજકીય વિરાસત, સપાએ ડિમ્પલ યાદવને બનાવ્યા ઉમેદવાર

મૈનપુરી લોકસભા પેટાચૂંટણી: વહુ સંભાળશે સસરાની રાજકીય વિરાસત, સપાએ ડિમ્પલ યાદવને બનાવ્યા ઉમેદવાર

mainpuri by election 2022

આ સીટ મુલાયમ સિંહ યાદવના નિધન બાદ ખાલી પડી હતી. મૈનપુરી સીટ પર યાદવ પરિવારનો વર્ષોથી કબ્જો છે.મુલાયમ સિંહ યાદવની રાજકીય વિરાસતને હવે ડિમ્પલ યાદવ સંભાળશે.

    મૈનપુરી: સમાજવાદી પાર્ટીએ મૈનપુરી લોકસભા પેટાચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના પત્ની અને પૂર્વ સાંસદ ડિમ્પલ યાદવ ચૂંટણી લડશે. આ સીટ મુલાયમ સિંહ યાદવના નિધન બાદ ખાલી પડી હતી. મૈનપુરી સીટ પર યાદવ પરિવારનો વર્ષોથી કબ્જો છે.મુલાયમ સિંહ યાદવની રાજકીય વિરાસતને હવે ડિમ્પલ યાદવ સંભાળશે.

    આ પણ વાંચો: Assembly Bye Election 2022: ચૂંટણી પંચની મોટી જાહેરાત, આ 6 રાજ્યોમાં પેટાચૂંટણીની તારીખો જાહેર કરી

    44 વર્ષિય ડિમ્પલ યાદવે પોતાની પ્રથમ ચૂંટણી 2009માં લડી હતી, જ્યારે અખિલેશ યાદવે ફિરોઝાબાદ સીટ છોડી હતી. આ પેટાચૂંટણીમાં ડિમ્પલ યાદવને પ્રખ્યાત અભિનેતા અને રાજનેતા રાજ બબ્બરના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ 2012માં કન્નૌજ લોકસભા સીટ પર પેટાચૂંટણી થઈ હતી, જેમાં ડિમ્પલ યાદવે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.

    ત્યાર બાદ 2014ની લોકસભા ચૂંટણીમાં પણ ડિમ્પલ યાદવે કન્નૌજથી ચૂંટણી લડી હતી અને જીતી ગયા હતા, પણ 2019માં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ભાજપના સુબ્રત પાઠકે ડિમ્પલને યાદવને 10 હજાર મતથી હરાવ્યા હતા. હવે અખિલેશ યાદવે ડિમ્પલને મૈનપુરીથી ચૂંટણી લડાવી રહ્યા છે. આ સીટ પર 1996થી સપા જીતતું આવ્યું છે.
    Published by:Pravin Makwana
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन