મને તમારા આવનારા કેટલાક સપ્તાહ જોઈએ, જાણો PM મોદીના સંબોધનની 5 મહત્વની વાતો

મને તમારા આવનારા કેટલાક સપ્તાહ જોઈએ, જાણો PM મોદીના સંબોધનની 5 મહત્વની વાતો

પીએમ મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે કે તે રવિવારે સવારે 7 થી રાત્રે 9 કલાક સુધી ઘરમાં જ રહે

 • Share this:
  નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ ગુરુવારે કોરોના વાયરસ સંક્રમણ(Coronavirus)ના ખતરાથી બચવાના પ્રયત્નોને લઈને દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે દેશવાસીઓને સતર્ક રહેવાની અપીલ કરી છે. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે કોરોના વાયરસથી બચવા માટે દરેક ભારતીયએ સંકલ્પ લેવો પડશે. જાણો પીએમ મોદીના સંબોધનની 5 મહત્વની વાતો.

  1. પીએમ મોદીએ 22 માર્ચે જનતા કર્ફ્યુંની અપીલ કરી છે. તેમણે કહ્યું કે જનતા કર્ફ્યું એટલે કે જનતા માટે જનતા દ્વારા પોતાના પર લગાવેલો કર્ફ્યું. પીએમે દેશવાસીઓને અપીલ કરી છે કે તે રવિવારે સવારે 7 થી રાત્રે 9 કલાક સુધી ઘરમાં જ રહે. લોકો ઘરથી બહાર ના નિકળે. 10 સાથીઓને જનતા કર્ફ્યું વિશે બતાવો. રવિવારે સાંજે 5 કલાકે સાયરન વગાડવામાં આવશે.

  2. પીએમ મોદીએ કહ્યું હતું કે હું હું દેશવાસીઓને એ વાતથી આશ્વત કરું છું કે દેશમાં દુધ, ખાવા-પીવાનો સામાન, દવાઓ, જીવન માટે જરુરી આવી આવશ્યક વસ્તુઓને ખુટે નહીં તે માટે તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ વસ્તુઓનો સંગ્રહ કરીને રાખવાની જરુર નથી - PM મોદી

  આ પણ વાંચો - દેશમાં ખાવા-પીવાની વસ્તુઓની કોઈ ખોટ નથી, ગભરાશો નહીં - PM મોદી

  3. પીએમ મોદીએ કહ્યું હતું કે કોરોના મહામારીથી ઉત્પન થઈ રહેલા આર્થિક પડકારોને ધ્યાનમાં રાખતા વિત્ત મંત્રી નિર્મલા સીતારમણના નેતૃત્વમાં સરકારે એક COVID-19-Economic Response Task Force રચવાનો નિર્ણય કર્યો છે.

  4. પીએમ મોદીએ કહ્યું હતું કે તમારી પાસે મેં જ્યારે પણ માંગ્યું ત્યારે ક્યારેય નિરાશ કર્યા નથી. હું 130 કરોડ દેશવાસીઓ તમારી પાસે કશુંક માંગવા આવ્યો છું. મને તમારા કેટલાક સપ્તાહ જોઈએ. તમારા આવનારો કેટલોક સમય જોઈએ. આજે આપણે એ સંકલ્પ લેવો પડશે કે આપણે સ્વંય સંક્રમિત થવાથી બચીશું અને બીજાને પણ સંક્રમિત થવાથી બચાવીશું. આ પ્રકારની મહામારીમાં એક જ મંત્ર કામ કરે છે - આપણે સ્વસ્થ તો જગ સ્વસ્થ.  5. પીએમ મોદીએ કહ્યું હતું કે સંકટનાં આ સમયમાં મારા દેશનો વેપારી જગત, ઉંચી આવક ધરાવનાર વર્ગને પણ આગ્રહ છે કે જો સંભવ હોય તો તમે જે-જે લોકોની સેવાઓ લો છો. તેમના આર્થિક હિતોનું ધ્યાન રાખો. બની શકે છે આવનાર દિવસોમાં આ લોકો ઓફિસ ના આવી શકે. તમારા ઘરે આ આવી શકે. આવા સમયે તેમનો પગાર ના કાપો. માનવતા અને સંવેદનશીલતા સાથે નિર્ણય લો. હંમેશા યાદ રાખો કે તેમને પણ પોતાનો પરિવાર ચલાવવાનો છે. પરિવારને બિમારીથી બચાવવાના છે.
  Published by:Ashish Goyal
  First published: