રાફૅલ ડીલ : રાજ્ય સભામાં રજૂ થયેલા CAG રિપોર્ટની ખાસ વાતો

રાફૅલ વિમાન (ફાઇલ તસવીર)

CAGના રિપોર્ટ પ્રમાણે વર્ષ 2016માં ડીલ કરવામાં આવી તે યૂપીએની ડીલની સરખામણીમાં 2007થી 2.86 ટકા સસ્તી હતી.

 • Share this:
  નવી દિલ્હી : ફ્રાંસ સાથે થયેલી રાફૅલ ડીલ અંગે CAG (કૉમ્પટ્રોલર એન્ડ ઓડિટ જનરલ)નો રિપોર્ટ બુધવારે રાજ્યસભામાં રજૂ થયો હતો. વિપક્ષના અસંખ્ય આક્ષેપ બાદ સરકાર માટે કૅગનો રિપોર્ટ રાહતના સમાચાર લઈને આવ્યો છે. કૅગના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે રાફૅલ ડીલ ગત UPA સરકારના પ્રસ્તાવની સરખામણીમાં 2.86 ટકા સસ્તી થઈ છે.

  તો જાણીએ CAGના રિપોર્ટની મોટી વાતો:

  1) CAGના રિપોર્ટમાં રાફૅલ વિમાનની કિંમતનો કોઈ ઉલ્લેખ નથી. રાફૅલ ડીલ અંગે કૅગના રિપોર્ટમાં માલુમ પડે છે કે એક પ્રતિસ્પર્ધી યૂરોફાઇટર ટાઇફૂન જેટ અને રાફૅલ જેટની સરખામણી કરવામાં આવી હતી. રાફૅલ તેમજ યૂરોફાઇટર ટાઇફૂન જેટ બંને ભારતીય વાયુ સેનાની કસોટીમાં ખરા ઉતારતા હતા. આ બંનેની પસંદગી છ દાવેદારોમાંથી કરવામાં આવી હતી.

  2) અન્ય દાવેદાર સિંગલ એન્જીન વાળા હતા. જેમાં યૂએસ F-16, F-18 સુપર હોર્નેટ્સ, સ્વીડિશ ગ્રિપેન અને રશિયાના SU-35 હતા. EADS તરફથી સરકારને 126 મલ્ટી-રોલ કોમ્બેટ એરક્રાફ્ટ માટે 20 ટકાની છૂટનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.

  3) હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે મોદી સરકારે જૂની ડીલને રદ કરી નાખી હતી અને 2016માં ફ્રાંસ સાથે 36 રાફેલ ખરીદવા માટે સરકાર ટુ સરકાર સોદાની જાહેરાત કરી હતી.

  આ પણ વાંચો : કેન્દ્રીય નાણાં વિભાગે વર્ષ 2017-18માં સંસદની મંજૂરી વિના જ રૂ.1157 કરોડ વધારે ખર્ચી નાખ્યા!

  4) CAGના રિપોર્ટ પ્રમાણે વર્ષ 2016માં ડીલ કરવામાં આવી તે યૂપીએની ડીલની સરખામણીમાં 2007થી 2.86 ટકા સસ્તી હતી.

  5) 141 પાનાના CAGના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મંત્રાલયે 2016માં તર્ક આપ્યો હતો કે પ્રસ્તાવિત કિંમત 2007 કરતા નવ ટકા ઓછી છે, પરંતુ ઓડિટના જણાવ્યા પ્રમાણે મૂળ ફ્લાઇવે વિમાનને 2007ની સમાન કિંમત પર ખરીદવામાં આવ્યું હતું.

  3) રાફેલ પર એક થયેલા વિપક્ષ પર હુમલો કરતા, કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ કહ્યું કે કે કૅગના રિપોર્ટ બાદ 'મહાજૂઠબંધન'નું જૂઠ સામે આવ્યું છે.
  Published by:Vinod Zankhaliya
  First published: