આ કવિતા ઉત્તર પ્રદેશના શામલીના SP સુકીર્તિ માધવ મિશ્રાએ (Sukirti Madhav Mishra) લખી છે. (Image credit- Twitter/@SukirtiMadhav)
Main Khaki Hoon Viral Poem: ‘મૈં ખાખી હૂં’ કવિતા દરેક ખાખી વર્દી પહેરનારા અને દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરનારા લોકોની ભાવનાને ઉજાગર કરે છે. આ કવિતા ઉત્તર પ્રદેશના શામલીના SP સુકીર્તિ માધવ મિશ્રાએ (Sukirti Madhav Mishra) લખી છે.
Main Khaki Hoon Viral Poem: આઈપીએસ ઓફિસરે લખેલી હિન્દી કવિતા ‘મૈં ખાખી હૂં’ (Main Khaki Hoon) ફરીથી વાયરલ (Viral) બની ગઈ છે. IAS ઓફિસર અવિનાશ શર્માએ ટ્વિટર પર તાજેતરમાં આ કવિતા શેર કરી હતી અને અત્યારસુધી આ ટ્વિટને 5000 લાઈક્સ મળી ચૂકી છે. આ ક્લિપમાં જોઇન્ટ કમિશનર ઓફ પોલિસ, મુંબઈ શહેર, વિશ્વાસ નાંગરે પાટિલ આ કવિતાનું પઠન કરી રહ્યા છે. જણાવી દઈએ કે આ કવિતા સુકીર્તિ માધવ મિશ્રાએ (Sukirti Madhav Mishra) લખી છે. મિશ્રા ઉત્તર પ્રદેશના શામલી ખાતે સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ પોલિસ (SP) છે. આ રહી એ ટ્વિટ:
‘જ્યારે પણ વાંચું કે સાંભળું છું, દિલ રોમાંચથી ભરાઈ જાય છે.’ @SukirtiMadhav
આ ટ્વિટને સુકીર્તિ માધવ મિશ્રાએ રીટ્વિટ કરીને કવિતાની પ્રશંસા માટે આઈએએસ ઓફિસરનો આભાર માન્યો હતો. તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે તેમણે મેરઠમાં જિલ્લા તાલીમ બાદ પોતાના સહયોગીઓને ટ્રિબ્યુટ આપવા માટે આ કવિતા લખી હતી.
‘સર તમારો ખૂબ આભાર. મેરઠમાં જિલ્લા તાલીમ બાદ મારા સાથીદારોને ટ્રિબ્યુટ આપવા માટે આ કવિતા લખી.’
Sir thank you so much. Wrote it after my district training in Meerut as a tribute to my colleagues 😊🙏 https://t.co/RntHqWvNi9
‘મૈં ખાખી હૂં’ કવિતા દરેક ખાખી વર્દી પહેરનારા અને દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરનારા લોકોની ભાવનાને ઉજાગર કરે છે. તડકો-છાંયો, રાત-દિવસ, દરેક ઋતુમાં અથાક કામ કરતા અને દેશ માટે ફરજ બજાવતા પોલિસ દળને અંજલિ અર્પે છે. સોશિયલ મીડિયા પર આ કવિતાને અઢળક પ્રેમ મળ્યો હતો.
યુઝર્સે કમેન્ટ કરીને તેની પ્રશંસા કરી હતી.
‘સુંદર રીતે લખાયેલી અને એટલી જ જોરદાર રીતે બોલાયેલી. હું ઘણાં સમયથી આ અદભુત કવિને શોધતો હતો.’
Beautifully written and equally powerfully recited.
I have been looking for this brilliant poet for long and what a surprise to know that its you @SukirtiMadhav!
આ કવિતા ગયા વર્ષે વાયરલ થઈ હતી જ્યારે નરેન્દ્ર મોદીએ આઈપીએસ અધિકારીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કર્યા હતા અને એ વખતે એક આઈપીએસ ઓફિસરે આ કવિતાનું પઠન કર્યું હતું.
કવિતાના લેખક સુકીર્તિ માધવ મિશ્રા બિહારના જમુઈ જિલ્લાના મલયપુર ગામની રહેવાસી છે. તેમણે કહ્યું હતું કે, તેમને આશા નહોતી કે તેમની કવિતા આટલી બધી પસંદ આવશે અને આટલા વખાણ સાંભળવા મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર