Home /News /national-international /PM મોદી-અમિત શાહ સહિત BJP નેતાઓએ ટ્વિટર પર બદલ્યા નામ, બધા થયા 'ચોકીદાર'

PM મોદી-અમિત શાહ સહિત BJP નેતાઓએ ટ્વિટર પર બદલ્યા નામ, બધા થયા 'ચોકીદાર'

PM મોદી અને અમિત શાહે ટ્વિટર હેંડલ પર નામ બદલ્યું

પીએમ મોદીએ 'મેં ભી ચોકીદાર' કેમ્પેઇન હેઠળ પોતાના ટ્વિટર હેંડલનું નામ બદલીને 'ચોકીદાર નરેન્દ્ર મોદી' કરી દીધું છે

    ન્યૂઝ18 ગુજરાતી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર પોતાનું નામ બદલ્યું છે. પીએમ મોદીએ 'મેં ભી ચોકીદાર' કેમ્પેઇન હેઠળ પોતાના ટ્વિટર હેંડલનું નામ બદલીને 'ચોકીદાર નરેન્દ્ર મોદી' કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ ટ્વિટર પર પોતાના નામની આગળ ચોકીદાર લગાવ્યું છે.

    જે બાહ હવે ભાજપના રાષ્ટ્રીય નેતાઓ પણ આ રેસમાં જોડાઇ રહ્યાં છે. જેપી નડ્ડા, પીયુષ ગોયલ ઉપરાંત ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પોતના નામની આગળ ચોકીદાર લગાવ્યું છે. 'મેં ભી ચોકીદાર' કેમ્પેઇન હેઠળ ભાજપના અન્ય નેતાઓ પણ જોડાઇ રહ્યાં છે.









    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મેં ભી ચોકીદાર' અભિયાન શરૂ કર્યું છે. પીએમે એક વીડિયો ટ્વિટ કર્યો હતો, જેમાં તેઓએ 'મેં ભી ચોકીદાર' અભિયાનની સાથે લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપના અભિયાનની શરૂઆત કરી છે. પીએમ મોદી આ અભિયાન હેઠળ 31 માર્ચે દેશભરના લોકો સાથે વાતચતી કરશે.



    પીએમ મોદીએ ટ્વિટમાં કહ્યું હતું કે, આપનો ચોકીદાર દૃઢ થઈને રાષ્ટ્રની સેવા કરી રહ્યો છે. ભ્રષ્ટાચાર, ગંદકી, સામાજિક અનિષ્ટોથી લડનારા તમામ લોકો ચોકીદાર છે. ભારતની પ્રગતિ માટે સખત મહેનત કરનારા દરેક લોકો ચોકીદાર છે. આજે દરેક ભારતીય કહી રહ્યો છે, 'મેં ભી ચૌકીદાર હું'.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Amit shah, Change, Main Bhi Chowkidar, ઝુંબેશ, પીએમ મોદી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन